________________
૫૧૨
લઘુક્ષેત્રસમાસની મૂળગાથા અને શબ્દાર્થ
હિમવં સિહરી મહહિમવ-રુપ્પિ ણિસઢો અ ણીલવંતો અ ।
બાહિરઓ દુદુ ગિરિણો, ઉભઓ વિ સવેઇઆ સવ્વુ ॥ ૨૨ ॥ (લઘુ)હિમવંત, શિખરી, મહાહિમવંત, રુક્મી, નિષધ અને નીલવંત - બહારથી બે-બે પર્વતો છે. તે બધા પર્વતો બંને બાજુએ વેદિકાવાળા છે. (૨૨)
ભરહેરવય ત્તિ દુર્ગ, દુર્ગં ચ હેમવયરણવયરુવં । હરિવાસરમ્ભયદુર્ગ, મજ્ઞિ વિદેહુત્તિ સગ વાસા ॥ ૨૩ ॥
ભરત અને ઐરવત એ બે, હિમવંત અને હિરણ્યવંત રૂપી બે, હરિવર્ષ અને રમ્યક એ બે, વચ્ચે મહાવિદેહ-એ સાત ક્ષેત્રો છે. (૨૩) દો દીહા ચઉ વટ્ટા, વેઅહ્વા ખિત્તછક્કમઋમ્મિ ।
મેરુ વિદેહમઝે, પમાણમિત્તો કુલિંગરીથું ॥ ૨૪ 11 છ ક્ષેત્રોની મધ્યમાં બે લાંબા અને ૪ ગોળ વૈતાઢ્યપર્વતો છે, મહાવિદેહક્ષેત્રની મધ્યમાં મેરુપર્વત છે. હવે કુલિંગિઓનું પ્રમાણ કહીશ. (૨૪)
ઇગદોચઉસયઉચ્ચા, કણગમયા કણગરાયયા કમસો । તવણિજ્જસુવેરુલિઆ, બહિમષ્મિતરા દો દો ॥ ૨૫ ॥
બહારના, મધ્યના અને અંદરના બે-બે કુલિપિઓ ૧૦૦, ૨૦૦, ૪૦૦ યોજન ઊંચા અને ક્રમશઃ (બે) સુવર્ણમય, સુવર્ણમય, રજતમય, તપનીયસુવર્ણમય અને વૈસૂર્યમય છે. (૨૫) દુગઅડદુતીસ અંકા, લક્ષ્મગુણા કમેણ નઉઅસયભઇઆ । મૂલોવરિ સમરૂવં, વિત્થારૂં બિંતિ જુઅલતિગે ॥ ૨૬ ॥ લાખથી ગુણાયેલા અન ૧૯૦ થી ભગાયેલા ક્રમશઃ ૨-૮૩૨ અંકોને ત્રણે યુગલોમાં મૂળમાં અને ઉપર સમાન પહોળાઈ કહે છે. (૨૬)