________________
૫૧૧
લઘુક્ષેત્રસમાસની મૂળગાથા અને શબ્દાર્થ ઊંચી, તેના ૮મા ભાગ જેટલી પહોળી, દેશોન ર યોજન પહોળા સુંદર વનવાળી-પદ્મવરવેદિકાથી શોભિત મસ્તકવાળી, વેદિકા સમાન મોટા ગવાક્ષકટક(જાળી)થી વીંટાયેલી, ૧૮ યોજન ન્યૂન પરિધિને ચારથી ભાગતા જે આવે તેટલા દ્વારના આંતરાવાળી, ૮ યોજન ઊંચા - ૪ યોજન પહોળા - બંને બાજુ ૧-૧ ગાઉના બારસાખવાળા - દ્વારોવાળી, પૂર્વ વગેરે દિશાઓમાં રહેલા મહદ્ધિક દેવોથી અધિતિ - વિજય વગેરે નામવાળા દ્વારોવાળી, વિવિધ મણિથી બનેલ ઉંબરાદરવાજા-આગડિયા વગેરેથી શોભતા દરવાજાવાળી જગતીથી તે બધા દ્વિીપ-સમુદ્રો વીંટાયેલા છે. (૧૩-૧૮) વરતિeતોરણજઝયછ-ત્તવાવિપાસાયસેલસિલવટ્ટ | વેઇવણે વરમંડવ-ગિહાસણેસું રમતિ સુરા | ૧૯ //
સુંદર ઘાસ, તોરણ, ધ્વજ, છત્ર, વાવડી, પ્રાસાદો, પર્વતો, શિલાપટ્ટવાળા વેદિકા અને વનોમાં સુંદર મંડપો-ગૃહો-આસનોમાં દેવો રમે છે. (૧૯) ઈહ અહિગારો જેસિં, સુરાણ દેવીણ તાણમુપ્પત્તી | ણિઅદીવોદરિણામે, અસંખઈમે સણયરીસુ | ૨૦ ||
અહીં જેમનો અધિકાર છે તે દેવો-દેવીઓની ઉત્પત્તિ પોતાના દ્વિીપ-સમુદ્રના નામવાળા અસંખ્યાતમા દ્વિપસમુદ્રમાં પોતાની નગરીમાં થાય છે. (૨૦) જંબૂદીવો છહિં કુલ-ગિરિહિં સત્તહિં તહેવ વાસેહિ ! પુવાવરદીહેહિ, પરિછિશો તે ઈમે કમસો | ૨૧ |
જંબૂદ્વીપ પૂર્વ-પશ્ચિમ લાંબા છ કુલગિરિ (વર્ષધર પર્વતો) અને સાત વર્ષો (ક્ષેત્રો)થી વિભાગ કરાયેલો છે. તે ક્રમશઃ આ પ્રમાણે છે – (૨૧)