________________
બૃહત્સેત્રસમાસની મૂળગાથા અને શબ્દાર્થ
અડયાલ સયસહસ્સા, બાવીસં ખલુ ભવે સહસ્સાઈ । દો ય સય પુક્ષ્મરદ્ધે, તારાગણકોડિકોડીણું ॥ ૬૪૮ ॥ (૬૮) પુષ્કરાર્ધમાં ૪૮,૨૨,૨૦૦ કોટિ કોટિ તારા છે. (૬૪૮) (૬૮) અટ્ટાસીઇ ચ ગહા, અટ્ઠાવીસ તુ હોંતિ નક્ષત્તા । એગસસીપરિવારો, ઈત્તો તારાણ વોચ્છામિ ॥ ૬૪૯ ॥ (૬૯)
૮૮ ગ્રહો અને ૨૮ નક્ષત્રો એ એક ચંદ્રનો પરિવાર છે. હવે તારાઓને કહીશ. (૬૪૯) (૬૯) છાઢિ સહસ્સાઈ, નવ ચેવ સયાઇ પંચસયરાઈ । એગસસીપરિવારો, તારાગણકોડિકોડીણું ॥ ૬૫૦ | (૭૦) ૬૬,૯૭૫ કોટિકોટિ તારા એક ચંદ્રનો પરિવાર છે. (૬૫૦)
૫૦૬
(૭૦)
સસિરવિણો ઈક્કિક્કા, દુગુણા દીવે ચઉગ્ગુણા લવણે । લાવણિગા ય તિગુણિયા, સસિસૂરા ધાયઈસંડે ॥ ૬૫૧ || (૭૧) ૧-૧ ચંદ્ર-સૂર્ય (જંબુ)દ્વીપમાં બમણા છે, લવણસમુદ્રમાં ચાર ગુણા છે, લવણસમુદ્રના ચંદ્ર-સૂર્ય ત્રણ ગુણા ધાતકીખંડમાં છે. (૬૫૧) (૭૧)
દો ચંદા ઈહ દીવે, ચત્તારિ ય સાયરે લવણતોએ ધાયઈસંડે દીવે, બારસ ચંદા ય સૂરા ય ॥ ૬૫૨ ॥ (૭૨)
આ દ્વીપમાં બે ચંદ્ર છે. લવણસમુદ્રમાં ચાર છે. ધાતકીખંડદ્વીપમાં ૧૨ ચંદ્ર અને ૧૨ સૂર્ય છે. (૯૫૨) (૭૨) ધાયઈસંડપ્પભિઈ, ઉદ્દિઢા તિગુણિયા ભવે ચંદા । આઈલ્લચંદસહિયા, અણંતરાણંતરે ખિત્તે ॥ ૬૫૩ || (૭૩)
ધાતકીખંડથી માંડીને પછી પછીના ક્ષેત્ર (દ્વીપ-સમુદ્ર)માં આદિના ચંદ્રોથી સહિત ત્રણગુણા ઉદ્દિષ્ટ ચંદ્રો છે. (૬૫૩) (૭૩)