________________
બૃહત્સેત્રસમાસની મૂળગાથા અને શબ્દાર્થ
બન્ને મેરુપર્વતો ધાતકીખંડના મેરુપર્વતની સમાન છે, પણ ભદ્રશાલવનની લંબાઈ અને પહોળાઈ બમણી છે. (૬૩૪) (૫૪) સીયાસીઓયવણા, તેવીસ સહસ્સ તિ સય છસ્સયરા I સલિલા તિન્નિ સહસ્સા, વક્બારા સોલસ સહસ્સા II ૬૩૫ ॥ (૫૫) મેરુ ચઉણઉઈ સએ, મેરુસ્તુભઓ વણસ્લિમં માથું । સોલસહિય પંચ સયા, ઈંગતીસ સહસ્સ લખ ચઊ II ૬૩૬ II (૫૬)
સીતા-સીતોદાના વન ૨૩,૩૭૬ યોજન, નદીઓ ૩,૦૦૦ યોજન, વક્ષસ્કા૨૫ર્વતો ૧૬,૦૦૦ યોજન, મેરુપર્વત ૯,૪૦૦ યોજન છે. મેરુની બન્ને બાજુના વનનું આ પ્રમાણે છે – ૪,૩૧,૫૧૬ યોજન. (૬૩૫, ૬૩૬) (૫૫, ૫૬)
સર્વાં પિ ઈમેં મિલિયં, હવંતિ ચત્તારિ સયસહસ્સાઈ ।
૫૦૪
તેસીઈ ચ સહસ્સા, બાણઉયા દોન્નિ ઉ સયાઈ ॥ ૬૩૭ ॥ (૫૭) આ બધુ ભેગુ કરેલું ૪,૮૩,૨૯૨ યોજન છે. (૬૩૭) (૫૭) દીવસ્સ ઉ વિક્ખભા, એયં સોહેઉ જું ભવે સેરું । સોલસવિહત્તલદ્વં, જાણસુ વિજયાણ વિક્ખભું ॥ ૬૩૮ ॥ (૫૮)
દીપની પહોળાઈમાંથી આને બાદ કરીને જે શેષ હોય તેને ૧૬થી ભાગવાથી મળેલ વિજયોની પહોળાઈ જાણવી.(૬૩૮)(૫૮) ઉણવીસ સહસ્સા, સત્તવ સયા હવંતિ ચઉણઉયા । ભાગા ચઉરો ય ભવે, વિજયાણું હોઈ વિક્ખભો II ૬૩૯ ॥ (૫૯) વિજયોની પહોળાઈ ૧૯,૭૯૪ ૪/૧૬ યોજન છે.(૬૩૯)(૫૯) અમ્રુહિયા સત્તસયા, સોલસ સાહસ્સિયા તિલક્ખ ચ । વિજયા ખિત્તપમાણે, વણનઈમેરુવણે છૂઢે || ૬૪૦ || (૬૦) જાયં ચુલસીઈ સહસ્સા, સત્ત લકખા ઉ દીવઓ સોહે । સેસહિએ ભાગે, વક્ભારગિરીણ વિસ્તંભો ॥ ૬૪૧ || (૬૧)