________________
બૃહત્સેત્રસમાસની મૂળગાથા અને શબ્દાર્થ
સોમણસમાલવંતો, દીહા વીસં ભવે સયસહસ્સા | તૈયાલીસ સહસ્સા, અઉણાવીસા ય દુન્નિ સયા ॥ ૬૨૮ ॥ (૪૮) સૌમનસ અને માલ્યવંત પર્વતો ૨૦,૪૩,૨૧૯ યોજન લાંબા છે. (૬૨૮) (૪૮)
૫૦૩
સોલસહિય સયમેગં, છવ્વીસસહસ્સ સોલસ ય લક્ષા । વિજ્જુપ્પભો નગો, ગંધમાયણો ચેવ દીહાઓ ॥ ૬૨૯ ॥ (૪૯) વિદ્યુત્પ્રભ અને ગંધમાદન પર્વતો ૧૬,૨૬,૧૧૬ યોજન લાંબા છે. (૬૨૯) (૪૯)
અઉણત્તરી સહસ્સા, લા છત્તીસ તિશિ ય સયાઈ । પણતીસ જોયણાણિ ય, ધણુપુઢ્ઢાઈ કુરૂણં તુ ॥ ૬૩૦ | (૫૦) કુરુનું ધનુ:પૃષ્ઠ ૩૬,૬૯,૩૩૫ યોજન છે. (૬૩૦) (૫૦) પુવ્વુણ મંદરાણં, જો આયામો ઉ ભદ્દસાલવણે । સો અડસીઈ વિહત્તો, વિષંભો દાહિણુત્તરઓ II ૬૩૧ || (૫૧) મેરુપર્વતની પૂર્વમાં ભદ્રશાલવનની જે લંબાઈ છે તેને ૮૮ થી ભાગતા દક્ષિણ-ઉત્તરની પહોળાઈ આવે છે. (૬૩૧) (૫૧) ઈગવન્ના ચઉવીસં, સયા ઉ સર અડસીઈ ભાગા ય । જમ્મુત્તર વિત્થારો, અડસીઈ ગુણો ઉ વિવરીઓ ॥ ૬૩૨ ॥ (૫૨) (ભદ્રશાલવનનો) દક્ષિણ-ઉત્તર વિસ્તાર ૨,૪૫૧ ૭૮૮ યોજન છે. તે ૮૮ ગુણો વિપરીત (પૂર્વમાં-પશ્ચિમમાં) લંબાઈ છે. (૬૩૨) (૫૨)
પઉમે ય મહાપઉમે, રુક્ષા ઉત્તરકુરુસુ જંબુસમા । એએસ વસંતિ સુરા, પઉમે તહ પુંડરીએ ય ॥ ૬૩૩ || (૫૩) ઉત્તરકુરુમાં જંબૂવૃક્ષની સમાન પદ્મવૃક્ષ અને મહાપદ્મવૃક્ષ છે. એમાં પદ્મ અને પુંડરીક દેવો વસે છે. (૬૩૩) (૫૩) ધાયઈસંડયમેરુહિં, સમાણા દોવિ મેરુણો નવર
આયામો વિસ્તંભો ઉ, દુગુણિઓ ભદ્દસાલવણે II (૫૪) ૬૩૪