________________
બૃહત્સેત્રસમાસની મૂળગાથા અને શબ્દાર્થ
ધાયઈસંડઈદુગુણા, વાસહરા હોંતિ પુર્ખરદ્ધમ્મિ । ઉસુયારા સાહસ્સા, તે મિલિયા હોતિમં ખિત્તે ॥ ૫૯૩ || (૧૩) પુષ્કરાર્ધમાં વર્ષધરપર્વતો ધાતકીખંડ કરતા દ્વિગુણ (વિસ્તારવાળા) છે. ઈષુકાર પર્વતો ૧,૦૦૦ યોજન (વિસ્તારવાળા) છે. તે મળીને આ ક્ષેત્ર થાય છે - (૫૯૩) (૧૩)
૪૯૭
પણપત્રં ચ સહસ્સા, છચ્ચેવ સયા હવંતિ ચુલસીયા ।
તિન્નેવ સયસહસ્સા, વાસવિહીણું તુ જં ખિત્તે ॥ ૫૯૪ || (૧૪) એવં પુણ સોહિજ્જા, કાલોયહિપરિરયા ઉ સેસમિણું । ચઉદસ સહસ્સ નવ સય, ઈગવીસઈ લક્ખ અડસીઈ ।। ૫૯૫ II (૧૫)
૩,૫૫,૬૮૪ યોજન ક્ષેત્રો વિનાનું જે ક્ષેત્ર એને કાલોદધિની પરિધિમાંથી બાદ કરવું. શેષ આ છે - ૮૮,૧૪,૯૨૧ યોજન છે. (૫૯૪, ૫૯૫) (૧૪, ૧૫)
વાસહરવિરહિયં ખલુ, જે ખિત્તે પુક્ષ્મરદ્ધદીવમ્મિ । જાવંતાવેહિ ગુણ, ભય દોહિં સએહિં બારેહિં ॥ ૫૯૬ | (૧૬)
પુષ્કરવરાર્ધદ્વીપમાં વર્ષધરપર્વતો વિનાનું જે ક્ષેત્ર તેને જેટલા તેટલા ગુણકારોથી ગુણવું અને ૨૧૨થી ભાગવું. (૫૯૬) (૧૬) ઈયાલીસ સહસ્સા, પંચેવ સયા હવંતિ ગુણસીયા । તેવત્તરમંસસયં, મુહિવખંભો ભરહવાસે ॥ ૫૯૭ ॥ (૧૭) ભરતક્ષેત્રની મુખપહોળાઈ ૪૧,૫૭૯ ૧૭૩/૨૧૨ યોજન છે. (૫૯૭) (૧૭)
ઉણવીસા તિન્નિ સયા, છાઢિ સહસ્સ સયસહસં ચ ।
અંસા વિ ય છપ્પન્ન, મુહિવસ્તંભો ઉ હેમવએ ॥ ૫૯૮ ॥ (૧૮) હિમવંતક્ષેત્રની મુખપહોળાઈ ૧,૬૬,૩૧૯ પ૬/૨૧૨ યોજન છે. (૧૮) (૫૯૮)