________________
બૃહત્સેત્રસમાસની મૂળગાથા અને શબ્દાર્થ
અધિકાર પાંચમો
૪૯૫
પુષ્કરવરદ્વીપ
પુક્ષરવરદીવેણં, વલયાગિઈસંઠિએણ કાલોઓ ।
પરિવેઢિઉં સમંતા, સોલસ લક્ખા ય પિઠ્ઠલો સો II ૫૮૧ ॥ (૧) કાલોદસમુદ્ર વલયાકૃતિથી સંસ્થિત એવા પુષ્કરવદ્વીપથી ચારે બાજુથી વીંટાયેલ છે. તે (પુષ્કરવદ્વીપ) ૧૬,૦૦,૦૦૦ યોજન પહોળો છે. (૫૮૧) (૧)
એયસ્સ મઝયારે, નામેણું માણુસોત્તરો સેલો ।
જગઈ વ જંબુદ્દીવં, વેઢેત્તુ ઠિઓ મણુયલોયં ॥ ૫૮૨ ॥ (૨)
એની મધ્યમાં માનુષોત્તર નામનો પર્વત છે. જેમ જગતી જંબુદ્રીપને વીંટીને રહેલ છે તેમ તે મનુષ્યલોકને વીંટીને રહેલ છે. (૫૮૨) (૨)
સત્તરસ જોયણસએ, ઈગવીસે સો સમુસિઓ રમ્મો । તીસે ચત્તારિ સએ, કોસં ચ અહો સમોગાઢો || ૫૮૩ || (૩) તે સુંદ૨, ૧,૭૨૧ યોજન ઊંચો અને ૪૩૦ યોજન ૧ ગાઉ નીચે અવગાઢ છે. (૫૮૩) (૩)
મૂલે દસ બાવીસે, અંદો મમ્મિ સત્ત તેવીસે ।
ઉવરિં ચત્તારિ સએ, ચઉવીસે હોઈ વિસ્થિત્રો ॥ ૫૮૪ ॥ (૪) તે મૂળમાં ૧,૦૨૨ યોજન, મધ્યમાં ૭૨૩ યોજન અને ઉપર ૪૨૪ યોજન વિસ્તીર્ણ છે. (૫૮૪) (૪)
એગા જોયણકોડી, લક્ખા બાયાલ તીસ ય સહસ્સા । દો ય સય અઉણપન્ના, અબ્મિતરપરિરઓ તસ્સ ॥ ૫૮૫ ॥ (૫) તેની અત્યંતરપરિધિ ૧,૪૨,૩૦,૨૪૯ યોજન છે.(૫૮૫)(૫)