________________
૪૯૪
બૃહત્સત્રસમાસની મૂળગાથા અને શબ્દાર્થ પયઈએ ઉદગરસ, કાલોએ ઉદગ માસરાસિનિભ . કાલમહાકાલા વિ ય, દો દેવા અહિવઈ તસ્સ | પ૭૬ / (૭)
કાલોદ સમુદ્રમાં પાણી સ્વભાવથી પાણીના સ્વાદવાળુ અને અડદના ઢગલા જેવું (કાળુ) છે. તેના અધિપતિ કાલ-મહાકાલ બે દેવો છે. (૫૭૬) (૭) બાયાલીસ ચંદા, બાયાલીસ ચ દિણયરા દિતા | કાલોહિમેિ એએ, ચાંતિ સંબદ્ધલેસાગા | પ૭૭ . (૮)
કાલોદધિમાં (જબૂદ્વીપના ચંદ્ર-સૂર્ય સાથે) સંબદ્ધ લેશ્યાવાળા (એક લીટીમાં રહેલા) દેદીપ્યમાન આ ૪ર ચંદ્ર અને ૪ર સૂર્ય ચરે છે. (૫૭૭) (૮). નખત્તાણ સહસ્સે, સયં ચ છાવત્તર મુણ્યવં .. છચ્ચ સયા છaઉયા, ગહાણ તિન્નેવ ય સહસ્સા / પ૭૮ ! (૯)
નક્ષેત્રો-૧,૧૭૬ અને ગ્રહો ૩, ૬૯૬ જાણવા. (૫૭૮) (૯) અઠ્ઠાવીસ કાલોહિસ્મિ, બારસ ય સહસ્સાઈ | નવ ય સયા પન્નાસા, તારાગણકોડિકોડીર્ણ | પ૭૯ (૧૦)
કાલોદધિમાં ૨૮,૧૨,૯૫૦ કોટિકોટિ તારા છે.(પ૭૯)(૧૦) કાલોયહી સમત્તો, ખિત્તસમાસે ચઉત્થ અહિગારો ! ગાહાપરિમાણેણં, એક્કારસ હોતિ ગાહાઓ / ૫૮૦ . (૧૧)
ક્ષેત્રસમાસમાં કાલોદધિ નામનો ચોથો અધિકાર સમાપ્ત થયો. ગાથાપરિમાણથી તેની ૧૧ ગાથાઓ છે. (૫૮૦) (૧૧)
અધિકાર ચોથો સમાપ્ત
મનમાંથી વાસના, ઇન્દ્રિયોમાંથી લાલસા, શરીરમાંથી પ્રમાદ, બુદ્ધિમાંથી આગ્રહ જાય તો કલ્યાણ થાય.