________________
૪૮૪
બૃહત્સેત્રસમાસની મૂળગાથા અને શબ્દાર્થ
અટ્ટારસ ય સહસ્સા, પંચેવ સયા હવંતિ સીયાલા I
પણપન્ન અંસસયં, બાહિરઓ ભરહિવસ્તંભો ॥ ૫૧૪ ॥ (૨૬) ભરતક્ષેત્રની બાહ્યપહોળાઈ ૧૮,૫૪૭ ૧૫૫/૨૧૨ યોજન છે. (૫૧૪) (૨૬)
ચઉહત્તરી સહસ્સા, નઉયસયં ચેગ જોયણાણ ભવે । છન્નઉયં અંસસયં, હેમવએ બાિિવખંભો ॥ ૫૧૫ ॥ (૨૭) હિમવંતક્ષેત્રની બાહ્યપહોળાઈ ૭૪,૧૯૦ ૧૯૬/૨૧૨ યોજન છે. (૫૧૫) (૨૭)
તેવા સત્તસયા, છન્નઉઈ સહસ્સ દો સયસહસ્સા । અડયાલ અંસસયં, હિરવાસે બાિિવસ્તંભો ॥ ૫૧૬ | (૨૮) હરિવર્ષક્ષેત્રની બાહ્યપહોળાઈ ૨,૯૬,૭૬૩ ૧૪૮/૨૧૨ યોજન છે. (૫૧૬) (૨૮)
ઈક્કારસ લકખાઈ; સત્તાસીયા સહસ્સ ચઉપ્પન્ના I
અદ્યું અંસસયં, બાહિરઓ વિદેહવિસ્તંભો || ૫૧૭ | (૨૯) મહાવિદેહક્ષેત્રની બાહ્યપહોળાઈ ૧૧,૮૭,૦૫૪ ૧૬૮/૨૧૨ યોજન છે. (૫૧૭) (૨૯)
ચઉગુણિય ભરહવાસો, હેમવએ તં ચઉગુણું તઈએ । હરિવાસ ચઉગુણિયું, મહાવિદેહસ્સ વિક્ખભો ॥ ૫૧૮ ॥ (૩૦) ચારથી ગુણાયેલ ભરતક્ષેત્રનો વિષ્ફભ હિમવંતક્ષેત્રની પહોળાઈ છે. તે ચારગુણી ત્રીજા (હરિવર્ષક્ષેત્ર)ની પહોળાઈ છે. ચારથી ગુણાયેલ હરિવર્ષક્ષેત્રની પહોળાઈ મહાવિદેહક્ષેત્રની પહોળાઈ છે. (૫૧૮) (૩૦)
જહ વિસ્તંભો દાહિણ-દિસાએ તહ ઉત્તરેઽવિ વાસતિએ I જહ પુર્વીદ્વે સત્તઓ, તહ અવરદ્ધેવિ વાસાઈ ॥ ૫૧૯ | (૩૧) જેમ દક્ષિણ દિશામાં પહોળાઈ કહી તેમ ઉત્તરમાં પણ ત્રણ ક્ષેત્રોની પહોળાઈ જાણવી. જેમ પૂર્વાર્ધમાં સાત ક્ષેત્રો છે તેમ પશ્ચિમાર્ધમાં પણ છે. (૫૧૯) (૩૧)