________________
બૃહëત્રસમાસની મૂળગાથા અને શબ્દાર્થ
૪૬૭
જોયણસયવિલ્વિન્ના, મૂલવરિ દસ સયાણિ મર્ઝામ્મિ ! ઓગાઢા ય સહસ્સે, દસ જોયણિયા ય સિં કૂડા ને ૪૧૧ / (૧૩)
(તે) મૂળમાં અને ઉપર ૧૦૦ યોજન અને મધ્યમાં ૧,૦૦૦ યોજન વિસ્તારવાળા છે, ૧,000 યોજન અવગાઢ છે. તેમની દિવાલો ૧૦ યોજનની છે. (૪૧૧) (૧૩) પાયાલાણ વિભાગ, સવ્વાણ વિ તિ િતિશિ વિન્નેયા હિમિભાગે વાઊ, મજઝે વાઊ ય ઉદગં ચ | ૪૧૨ . (૧૪) ઉવરિ ઉદગં ભણિય, પઢમગબીએસુ વાઉ સંખુભિઓ . ઉઢ વમેઈ ઉદગં, પરિવઢઈ જલનિહી ખુહિઓ / ૪૧૩. (૧૫) પરિસંઠિયમેિ પવણે, પુણરવિ ઉદગં તમેવ સંઠાણું છે વઢઈ તેણ ઉદહી, પરિહાયઈ અણુકમેણં ચ . ૪૧૪ . (૧૬)
બધા ય પાતાલકલશોના ૩-૩ વિભાગ જાણવા-નીચેના ભાગમાં વાયુ, વચ્ચે વાયુ અને પાણી, ઉપર પાણી કહ્યું છે. પહેલા અને બીજા (વિભાગ)માં ક્ષોભ પામેલ વાયુ ઉપર પાણીને વમે છે. (તેથી) ક્ષોભ પામેલ સમુદ્ર વધે છે. પવન શાંત થયે છતે પાણી ફરીથી તે જ આકારનું થાય છે. તેથી સમુદ્ર ક્રમશઃ વધે છે અને ઘટે છે. (૪૧૨, ૪૧૩, ૪૧૪) (૧૪, ૧૫, ૧૬) દસજોયણસહસ્સા, લવણસિહા ચક્કવાલઓ સંદા સોલસ સહસ્સ ઉચ્ચા, સહસ્સમેગે ચ ઓગાઢા ! ૪૧૫ . (૧૭)
લવણસમુદ્રની શિખા ગોળાકારે ૧૦,૦૦૦ યોજન પહોળી, ૧૬,000 યોજન ઊંચી અને ૧,000 યોજન અવગાઢ છે. (૪૧૫)(૧૭) દેસૂણમદ્ધજોયણ, લવણસિહોવરિ દર્ગ દુવે કાલા | અઈરેગ અઈરેગં, પરિવઢઈ હાયએ વાવિ / ૪૧૬ . (૧૮)
લવણશિખાની ઉપર બન્ને કાળ દેશોન અધયોજન પાણી અધિક અધિક વધે છે અથવા ઘટે છે. (૪૧૬) (૧૮) અભિતરિયં વેલ, ધરતિ લવણોદહિસ્સ નાગાણું ! બાયાલીસ સહસ્સા, દુસત્તરિ સહસ્સ બાહિરિયે ! ૪૧૭. (૧૯)