________________
બૃહક્ષેત્રસમાસની મૂળગાથા અને શબ્દાર્થ (તે) મૂળમાં અને ઉપર ૧૦,000 યોજન વિસ્તારવાળા છે, મધ્યમાં ૧,૦૦,૦૦૦ યોજના (વિસ્તૃત છે) અને તેટલા જ અવગાઢ છે. (૪૦૪) (૬) અલ્પિતરબજૂઝાણું તુ, પરિરયાણ સમાસમદ્ધ જં! મજુઝમ્પિ પરિરઓ, દીવસમુદાણ સવૅસિં . ૪૦૫ . (૭)
બધા દ્વીપ-સમુદ્રોની અત્યંતર અને બાહ્યપરિધિને ભેગી કરી તેનુ જે અર્થ તે મધ્યમાં પરિધિ છે. (૪૦૫) (૭) અડયાલીસ સહસ્સા, તેસીયા છસ્સયા ય નવ લખા લવણસ્ય મજુઝપરિહી, પાયાલમુહા દસ સહસ્સા || ૪૦૬ ! (૮)
લવણસમુદ્રની મધ્યપરિધિ ૯,૪૮,૬૮૩ યોજન છે. પાતાલકલશના મુખ ૧૦,000 યોજન (લાંબા-પહોળા) છે.(૪૦૬)(૮) મઝિલ્યપરિરયાઓ, પાયાલમુહેહિ સુદ્ધસેસ જં ચઉહિ વિહરે. સેસ, જે લદ્ધ અંતરમુહાણું ૪૦૭ . (૯)
મધ્યમપરિધિમાંથી પાતાલકલશના મુખ બાદ કરતા જે શેષ રહે તેને ચારથી ભાગે છતે જે શેષ મળે તે મુખોનું અંતર છે. (૪૦૭)(૯), સત્તાવીસ સહસ્સા દો, લખા સત્તર સયં ચેગા તિન્નેવ ચઉદ્ભાગા, પાયાલમુહંતર હોઈ ૪૦૮ . (૧૦)
પાતાલકલશોના મુખોનું અંતર ૨,૨૭,૧૧૭ ૩/૪ યોજન છે. (૪૦૮) (૧૦) પલિઓવમઠિયા એએસિં અહિવઈ સુરા ઈસમો કાલે ય મહાકાલે, વેલંબ પભંજણે ચેવ / ૪૦૯ . (૧૧)
એમના અધિપતિ પલ્યોપમની સ્થિતિવાળા આ દેવો છે - કાલ, મહાકાલ, વેલંબ અને પ્રભંજન. (૪૦૯) (૧૧) અડવિ ય પાયાલા, ખુડ઼ાલિંજરસંઠિયા લવણે . અટ્ટ સયા ચુલસીયા, સત્ત સહસ્સા ય સવૅડવિ . ૪૧૦ . (૧૨)
લવણસમુદ્રમાં નાના ઘડાના કારના બીજા પણ પાતાલકલશો છે. તે બધા ય ૭,૮૮૪ છે. (૪૧૦) (૧૨)