________________
૪૬૦
બૃહëત્રસમાસની મૂળગાથા અને શબ્દાર્થ જંબૂઢીપ(ના વિસ્તારોમાંથી ૯૬,૦00 યોજન બાદ કરી શેષ ૮ થી ભગાયે છતે વક્ષસ્કાર પર્વતોની પહોળાઈ મળી. (૩૬૬)
નવનઉઈ સહસ્સાઈ, અઢાઈજે એ ય સોહિત્તા ! સેસે છક્કવિહત્ત, લઢે સલિલાણ વિખંભો ! ૩૬૭ //
(જબૂદ્વીપની પહોળાઈમાંથી) ૯૯,૨૫૦ યોજન બાદ કરી શેષ ૬ થી ભગાયેલ નદીઓની પહોળાઈ મળી. (૩૬૭)
ચણવઈ સહસ્સાઈ, છપ્પન્ન સયં ચ સોહુ દીવાઓ ! દોહિં વિભત્તે સેસ, સીયાસીઓયવણમાણે | ૩૬૮ છે.
જંબુદ્વીપ (પહોળાઈ) માંથી ૯૪,૧૫૬ યોજન બાદ કરી શેષ બેથી ભગાયે છતે સીતા-સીતોદાના વનોનું પ્રમાણ છે. (૩૬૮)
છાયાલીસ સહસ્સે, જંબૂદીવા વિસોહઈત્તાણું , સેસ એગવિહત્ત, મંદરવણમાણય જાણ છે ૩૬૯ /
જબૂદ્વીપ (ની પહોળાઈ) માંથી ૪૬,૦૦૦ યોજન બાદ કરી શેષ ૧ થી ભગાયેલું મેરુપર્વતના વનનું પ્રમાણ જાણ. (૩૬૯)
વિજયાણં વિખંભો, બાવીસસયાઈ તેરસહિયાઈ ! પંચ સએ વખારા, પણવીસસયં ચ સલિલાઓ . ૩૭૦ /
વિજયોની પહોળાઈ ૨,૨૧૩ યોજન છે. વક્ષસ્કારપર્વતો (ની પહોળાઈ) ૫00 યોજન અને નદીઓ(ની પહોળાઈ) ૧૨૫ યોજન છે. (૩૭૦)
જો વાસહરગિરી, તત્તો જોયણસયં સમયગાઢા ચત્તારિ જોયણસએ, ઉવિદ્ધા સવ્વરયણમયા . ૩૭૧ // જતો પુણ સલિલાઓ, તત્તો પંચસયગાઉઓગાઢા ! પંચેવ જોયણસએ, ઉવિદ્ધા આસબંધનિભા . ૩૭ર
(વક્ષસ્કારપર્વતો) જે તરફ વર્ષધરપર્વતો છે તે તરફ ૧૦૦ યોજન અવગાઢ અને ૪00 યોજન ઊંચા છે, જે તરફ નદી છે તે તરફ પ૦૦ ગાઉ અવગાઢ અને પ00 યોજન ઊંચા છે. તે સર્વરત્નમય અને ઘોડાના રૂંઘ જેવા છે. (૩૭૧, ૩૭૨)