________________
બૃહëત્રસમાસની મૂળગાથા અને શબ્દાર્થ
૪૫૯ અને ભરત-ઐરાવતના જિનેશ્વરો (ક્રમશ:) અતિપાંડુકંબલાશિલા અને અતિરકતકંબલા શિલા ઉપરના સિંહાસનો ઉપર બાળભાવમાં દેવેન્દ્રો વડે અભિષેક કરાય છે. (૩૫૯, ૩૬૦)
પુવવિદેહ મેરુમ્સ, પુલ્વઓ સીયાઈ પરિચ્છિન્ન ! અવરેણડવરવિદેહ, સીયાએ પરિચ્છિન્ન ૩૬૧ /
મેરુથી પૂર્વમાં પૂર્વવિદેહ સીતાનદીથી બે ભાગમાં વહેંચાયેલ છે. મેથી પશ્ચિમમાં પશ્ચિમવિદેહ સીતોદાનદીથી બે ભાગમાં વહેંચાયેલ છે. (૩૬૧)
સીયાસીઓયાણું, વાસહરાણં ચ મઝયારશ્મિ | વિજયા વખારગિરી, અંતરનઈ વણમુહા ચલેરો . ૩૬૨ ..
સીતા-સીતોદા અને વર્ષધરપર્વતોની મધ્યમાં વિજયો, વક્ષસ્કાર પર્વતો, અંતરનદીઓ અને ૪ વનમુખો છે. (૩૬૨)
વઈદેહા વિખંભા, નઈમાણે પંચ જોયણસયાઈ ! સોહિત્તા તસ્સ, આયામો તેસિમો હોઈ ૩૬૩ .
વિદેહની પહોળાઈમાંથી નદીનું પ્રમાણ ૫૦૦ યોજને બાદ કરી તેનું અર્ધ તેમની (વિજયો વગેરેની) લંબાઈ છે. તે આ પ્રમાણે છે. (૩૬૩)
પંચ સએ બાણઉએ, સોલસસહસ્સ દો કલાઓ યા વિજયાવકખારાણ, અંતરનઈવણમુહાણં ચ . ૩૬૪ //
વિજયો, વક્ષસ્કાર પર્વતો, અંતરનદીઓ, વનમુખોની લંબાઈ ૧૬,૫૯૨ યોજના ૨ કલા છે. (૩૬૪)
ચઉણઉએ પંચ સએ, ચઉસટ્ટિસહસ્સ દીવવિFારો . સોહિય સોલસભઈએ, વિજયાણું હોઈ વિખંભો છે ૩૬૫ /
દ્વીપના વિસ્તારમાંથી ૬૪,૫૯૪ યોજન બાદ કરી ૧૬ થી ભાગે છતે વિજયની પહોળાઈ આવે છે. (૩૬૫).
છન્નઈ સહસ્સાઈ, જંબૂદીવા વિસોહઈત્તાણું ! સેસે અહિં ભઈએ, લદ્ધો વખારવિખંભો છે ૩૬૬ //