________________
બૃહત્સત્રસમાસની મૂળગાથા અને શબ્દાર્થ
૪૪૯
ઉત્તરપુરન્થિમાએ, વાવીનામા પયકિખણા ઇસમો. પઉમા પઉમાભ કુમુયા, કુમુયાભા પઢમપાસાએ / ર૯૬
ઈશાનખૂણામાં પ્રથમ પ્રાસાદની વાવડીઓના પ્રદક્ષિણાક્રમે નામો આ પ્રમાણે છે – પદ્મા, પદ્માભા, કુમુદા અને કુમુદાભા. (ર૯૬)
ઉપ્પલભોમા નલિણ-પ્પલુજ્જલા ઉપ્પલા ય બીયમ્મિ | ભિંગા ભિંગનિભંજણ, કજ્જલપભ તઈયએ ભણિયા ને ર૯૭.
બીજા (અગ્નિ ખૂણાના) પ્રાસાદની વાવડીઓના નામ ઉત્પલભીમા, નલિના, ઉત્પલોજ્જવલા અને ઉત્પલા. ત્રીજા (નૈઋત્ય ખૂણાના) પ્રાસાદની વાવડીઓના નામ ભંગા, ભૃગનિભા, અંજના અને કજ્જલપ્રભા કહ્યા છે. (૨૯૭)
સિરિકતા સિરિમહિયા, સિરિચંદા પચ્છિમમ્મિ સિરિનિલયા. પાસાયાણ ચકહે, ભવખાણે અંતરે કૂડા ને ર૯૮
છેલ્લા (વાયવ્ય ખૂણાના) પ્રાસાદની વાવડીઓના નામ શ્રીકાંતા, શ્રીમહિતા, શ્રીચંદા અને શ્રીનિલયા છે. ચાર પ્રાસાદો અને ભવનોના અંતરમાં કૂટો છે. (ર૯૮).
અક્સહકૂડસરિસા, સવ્વ જંબૂનયામયા ભણિયા ! સુવરિ જિણભવણા, કોસપમાણા પરમરમ્મા | ર૯૯
આઠ કૂટો વૃષભકૂટ જેવા છે. તે બધા જાંબૂનદમય કહ્યા છે. તેમની ઉપર ૧ ગાઉ પ્રમાણવાળા, પરમરમ્ય જિનભવનો છે. (ર૯૯)
દેવકુરુ પચ્છિમઢે, ગરુડાવાસસ્સ સામલિદુમમ્સ છે. એસેવ કમો નવર, પેઢું કૂડા ય રયયમયા ને ૩૦૦ /
દેવકુફ્રના પશ્ચિમાર્ધમાં ગરુડવેગદેવના આવાસરૂપ શાલ્મલીવૃક્ષનો આ જ ક્રમ છે, પણ પીઠ અને કૂટો રજતમય છે. (૩૦૦)
દોસુ વિ કુરાસુ મછુઆ, તિપલ્લપરમાઉણો તિકોસુચ્ચા પિટ્ટકરંડસયાઈ, દો છપ્પણાઈ મણયાણ | ૩૦૧ સુસમસુસમાણુભાવ, અણુહરમાણાણવચ્ચગોવણયા. અકણાપણદિણાઈ, અટ્ટમભત્તસ્સ આહારો | ૩૦૨ ' ,