________________
બૃહક્ષેત્રસમાસની મૂળગાથા અને શબ્દાર્થ
४४७ ચઉજોયસિયાએ, અફેવ ય જોયણાઈ રૂંદાએ મણિપીઢિયાએ જંબૂ, વેઈહિં ગુત્તા દુવાલસહિં II ૨૮૩ /
(પીઠની ઉપર) ૪ યોજન ઊંચી, ૮ યોજન પહોળી મણિપીઠિકા ઉપર જંબૂવૃક્ષ છે. તે બાર વેદિકા (કિલ્લા)ઓથી ગુપ્ત છે. (૨૮૩)
મૂલા વઈરમયા સે, કંદો ખંધો ય રિઢ વેલિઓ સોવત્રિયા ય સાહા, પસાહ તહ જાયરૂવા ય || ૨૮૪ || વિડિમા રાયય વેલિય, પત્ત તવણિજ્જ પત્તવિંટા સે | પલ્લવ અગ્રુપવાલા, જંબૂન રાયયા તીસે || ૨૮૫ /
તેના મૂલ વજમય, કંદ અને થડ-રિઝરત્નમય અને વૈડૂર્યમય, શાખા સુવર્ણની, પ્રશાખા જાતરૂપ સુવર્ણની, વિડિમા રજતની, પાંદડા વૈડૂર્યરત્નના, પાંદડાના ડિટિયા તપનીયમય, પલ્લવ (ગુચ્છા) અને અગ્રપ્રવાલ (અંકુર) જાંબૂનદમય અને રજતમય છે. (૨૮૪, ૨૮૫)
રયણમયા પુફફલા, વિખંભો અટ્ટ અટ્ટ ઉચ્ચત્ત છે કોસદુર્ગ ઉÒહો, ખંધો દો જોયણુવિદ્ધો // ૨૮૬ | દો કોસે વિસ્થિaો, વિડિમા છ જોયણાણિ જંબૂએ . ચાઉદ્દિસિ પિ સાલો, પુવિલે તત્થ સાલમ્પિ . ૨૮૭ / ભવણ કોસપમાણે, સયણિજ્જ તત્થ સાઢિયસુરસ્સ તિસુ પાસાયા સેસેસુ, તેસુ સીહાસણા રમ્મા ! ૨૮૮ .
જંબૂવૃક્ષના પુષ્પો-ફળો રત્નમય છે, પહોળાઈ ૮ યોજન છે, ઊંચાઈ ૮ યોજન છે, ઊંડાઈ ૨ ગાઉ છે, થડ બે યોજન ઊંચુ અને ૨ ગાઉ પહોળુ છે, વિડિમા છ યોજનની છે, ચારે દિશામાં શાખા છે, તેમાં પૂર્વની શાખા ઉપર ૧ ગાઉ પ્રમાણવાળુ ભવન છે, તેની ઉપર અનાદતદેવની શય્યા છે, શેષ ત્રણ શાખાઓ ઉપર પ્રાસાદ છે, તેમાં સુંદર સિંહાસનો છે. (૨૮૬, ૨૮૭, ૨૮૮)
તે પાસાયા કોસ, સમૂસિયા કોસમદ્ધ વિચૈિન્ના / વિડિમોવરિ જિણભવë, કોસદ્ધ હોઈ વિચૈિન્ન ૨૮૯ ,