________________
બૃહëત્રસમાસની મૂળગાથા અને શબ્દાર્થ
૪૪૫ એ પર્વતો ૧,000 યોજન ઊંચા, પ્રમાણથી હરિકૂટ સમાન અને સીતા-સીતોદાના બન્ને કિનારે જાણવા. (ર૭૦).
સીયાસીયોયાણ, બહુમઝે પંચ પંચ હરયાઓ / ઉત્તરદાહિણદીહા, પુવાવરવિત્થડા ઈસમો | ર૭૧ |
સીતા-સીતોદાના બહુમધ્યમાં ઉત્તર-દક્ષિણ લાંબા અને પૂર્વપશ્ચિમ પહોળા આ પ-૫ હદો છે – (૨૭૧)
પઢમે – નીલવંતો, ઉત્તરકુરૂ હરય ચંદહરઓ ય એરાવયદુહો શ્ચિય, પંચમઓ માલવંતો ય ર૭ર //
અહીં પહેલો નીલવંત, પછી ઉત્તરકુરુ હૃદ, ચન્દ્ર હૃદ, ઐરાવત હૃદ અને પાંચમો માલ્યવંત હૃદ છે. (ર૭ર).
નિસહહ દેવકુરૂ, સૂર સુલસે તહેવ વિજુપભે . પઉમદ્રહ સરિસગમા, દહસરિસનામા ઉ દેવિત્ય . ૨૭૩ !
નિષધદ્રહ, દેવકુરુ, સૂર, સુલસ અને વિધુત્વભ (દ્રહો છે.) તે પદ્મદ્રહ જેવા છે. અહીં દ્રતસમાન નામવાળા દેવો છે. (ર૭૩)
દસજોયણઅંતરિયા, પુવૅણવરેણ ચેવ હરિયાણું દસ દસ ચ કંચનગિરી, દો િસયા હોતિ સવેડવિ . ર૭૪ .
હૂદોની પૂર્વમાં અને પશ્ચિમમાં ૧૦ યોજના અંતરવાળા ૧૦૧૦ કંચનગિરિ પર્વતો છે. બધા ય ર૦૦ છે. (૨૭૪)
જોયણસયમુવિદ્ધા, સયમેગે તેસિ મૂલવિખંભો ! પન્નાસં ઉવરિતલે, પણસયરી જોયણા મઝે . ૨૭પ
તે ૧૦0 યોજન ઊંચા છે. તેમની મૂળપહોળાઈ ૧૦૦ યોજન, ઉપરની પહોળાઈ ૫૦ યોજન અને મધ્યમાં પહોળાઈ ૭પ યોજન છે. (૨૭૫)
તિત્રિ સયા સોલહિયા, સત્તત્તીસા સયા ભવે દો િ. સયમેગટ્ટાવä, પરિહી તેસિં જહાસંખે . ૨૭૬ /
તેમની (મૂળમાં, મધ્યમાં અને ઉપર) પરિધિ અનુક્રમે ૩૧૬ યોજન, ૨૩૭ યોજન અને ૧૫૮ યોજન છે. (૨૭૬)