________________
૪૩૨
બૃહëત્રસમાસની મૂળગાથા અને શબ્દાર્થ
ગુફાના દ્વારોથી (૪-૪ યોજનાના તોરૂકો પછી) બન્ને બાજુ ૧૭ યોજન જઈને, બે યોજના અંતરવાળી, ૩ યોજન પહોળી, ગુફાની પહોળાઈ જેટલી લાંબી, પર્વતની દિવાલમાંથી નીકળેલી, ઉન્મગ્નજલા-નિમગ્નજલા (નામની બે નદીઓ છે). તે ગંગા અને સિંધુમાં પૂરી થાય છે. (૧૮૪, ૧૮૫)
દો દાહિણોત્તરાઓ, સેઢીઓ જોયણે દસુLઈઓ ! દસ જોયણ પિહુલાઓ, ગિરિવરસમદીહભાગાઓ / ૧૮૬ !
(વતાઢ્યાપર્વત ઉપર) ૧૦યોજન ઉપર જઈને ૧૦યોજન પહોળી અને પર્વત સમાન લાંબી દક્ષિણ અને ઉત્તર બે શ્રેણિઓ છે. (૧૮૬).
વિજૂજાહરનગરાઈ, પન્નાસં દકિખણાએ સેઢિએ . જણવયપરિણાઈ, સäિ પુણ ઉત્તરિલ્લાએ . ૧૮૭
દક્ષિણ શ્રેણિમાં દેશોથી યુક્ત વિદ્યાધરોના ૫૦ નગરો છે. ઉત્તરની શ્રેણિમાં ૬૦ નગરો છે. (૧૮૭) વિજ્રાહરસેઢીઓ, ઉડૂઢ ગંતૂણ જોયણે દસઓ . દસ જોયણ પિહુલાઓ, સેઢીઓ સક્કરાયમ્સ !૧૮૮ . સોમજમકાઈયાણું, દેવાણં વરુણકાઈયાણં ચ | વેસમણકાઈયાણ, દેવાણં આભિઓગાણું . ૧૮૯ !
વિદ્યાધરોની શ્રેણિથી ૧૦ યોજન ઉપર જઈને ૧૦ યોજના પહોળી શક્રરાજના સોમ-યમ-વરુણ-વૈશ્રમણ કાયિક અભિયોગિક દેવોની શ્રેણિઓ છે. (૧૮૮, ૧૮૯)
પંચેય જોયણાઈ, ઉૐ ગંતૂણ હોઈ ઉવરિતલ . દસ જોયણ વિસ્થિબં, મણિરયણવિભૂસિય રમ્યું ૧૯૦ |
૫ યોજન ઉપર જઈને ૧૦ યોજન પહોળુ, મણિ-રત્નોથી વિભૂષિત, સુંદર એવું ઉપરનું તલ છે. (૧૯૦).
એસ ગમો સેસાણ વિ, વેઢગિરીણ નવરુદીયાણું ! ઈસાણ લોગપાલાણ, હોંતિ અભિઓગસેઢીઓ ૧૯૧ ||