________________
બૃહત્સેત્રસમાસની મૂળગાથા અને શબ્દાર્થ
સીયા ય નારિકંતા, નરકંતા ચેવ રુપ્પિકૂલા ય ॥ સલિલા સુવન્નકૂલા, રત્તવઈ રત્તા ઉત્તરઓ ॥ ૧૭૨ ।। સીતા, નારીકાંતા, નરકાંતા, રુક્મીકૂલા, સુવર્ણકૂલા નદી, રક્તવતી, રક્તા - આ ઉત્તર તરફની નદીઓ છે. (૧૭૨)
હેમવએરન્નવએ, હરિવાસે રમ્મએ ય રયણમયા । ચત્તારિ વટ્ટવેયઢ-પન્વયા પલ્લયસરિચ્છા || ૧૭૩ || હિમવંત, હિરણ્યવંત, હરીવર્ષ, રમ્યક ક્ષેત્રોમાં રત્નના, પ્યાલા સમાન, ચાર વૃત્તવૈતાઢ્યપર્વતો છે. (૧૭૩)
સદ્દાવઈ વિયડાવઈ, ગંધાવઈ માલવંત પરિયાયે । જોયણસહસ્સમુચ્ચા, તાવઈયં ચેવ વિસ્થિન્ના ॥ ૧૭૪ ॥ (તેમના) ક્રમશઃ શબ્દાપાતી, વિકટાપાતી, ગંધાપાતી, માલ્યવંત નામ છે. તે ૧,૦૦૦ યોજન ઊંચા અને તેટલા જ પહોળા છે. (૧૭૪) ઈંગતીસ જોયણસએ, બાવઢે પરિરએણ નાયવ્વા ।
સાઈ અરુણે પઉમે, પહાસ દેવા અહિવઈ એસિં ॥ ૧૭૫ ॥ તે પરિધિથી ૩,૧૬૨ યોજન જાણવા. એમના અધિપતિ સ્વાતિ, અરુણ, પદ્મ, પ્રભાસ દેવો છે. (૧૭૫)
ચોદ્દસહિયં સયં જોયણાણ, એક્કારસેવ ય કલાઓ । વેયઢદાહિણેણં, ગંતું લવણસ્ય ઉત્તરઓ ॥ ૧૭૬ ॥ નવ જોયણ વિસ્થિત્રા, બારસદીહા પુરી અઉઝિત્ત । જમ્મુદ્ધભરહમઝે, એરવયબ્રેઽવિ એમેવ ।। ૧૭૭ ||
વૈતાઢ્યની દક્ષિણમાં, લવણસમુદ્રની ઉત્તરમાં ૧૧૪ યોજન ૧૧ કલા જઈને નવ યોજન પહોળી, ૧૨ યોજન લાંબી, દક્ષિણ ભરતાર્ધની મધ્યમાં અયોધ્યા નામની નગરી છે. એ જ પ્રમાણે ઐરવતાર્ધમાં પણ છે. (૧૭૬, ૧૭૭)
પણુવીસઈમુન્વિદ્ધો, પન્નાસજોયણાણિ વિત્થિત્રો ।
વેયઢો રયયમઓ, ભારહખિત્તમ્સ મમ્મિ | ૧૭૮ ॥
૪૩૦