________________
૪૧ ૨
બૃહક્ષેત્રસમાસની મૂળગાથા અને શબ્દાર્થ ચઉવીસ સહસ્સાઈ, નવ ય સયા જોયણા બત્તીસા ! ચુલ્લહિમવંત-જીવા, આયામેણે કલદ્ધ ચ | પર
લઘુહિમવંતપર્વતની જીવા લંબાઈથી ૨૪,૯૩ર યોજન અને ૧/૨ કળા છે. (પર)
ધણુપä કલચઉદ્ધ, પશુવીસસહસ્સ દુ સંય તીસહિયા બાપા સોલદ્ધકલા, તેવજ્ઞ સયા ય પન્નતિયા / પ૩ |
(લઘુહિમવંતપર્વતનું) ધનુપૃષ્ઠ ૨૫,૨૩૦ યોજન ૪ કલા છે, બાહા ૫,૩૫૦ યોજન ૧૬ ૧/૨ કલા છે. (૫૩)
સત્તતીસ સહસ્સા, છચ્ચ સયા જોયણાણ ચઉસયરા / હેમવયવાસજીવા, કિંચૂણા સોલસ કલા ય . ૨૪ .
હિમવંત ક્ષેત્રની જીવા ૩૭,૬૭૪ યોજન અને કંઈક ન્યૂન ૧૬ કલા છે. (૫૪).
ચત્તારિ ય સત્તસયા, અડતીસ સહસ્સ દસ કલા ય ! ધણુ બાપા સત્તઢિસયા, પણપન્ના તિ િય કલાઓ | પપ
(હિમવંતક્ષેત્રનું) ધનુપૃષ્ઠ ૩૮,૭૪૦ યોજન ૧૦ કલા છે, બાહા ૬,૭પપ યોજન ૩ કલા છે. (૫૫)
તેવજ્ઞ સહસ્સાઈ, નવ ય સયા જોયણાણ ઈગતીસા | જીવા મહાહિમવએ, અદ્ધ કલા છક્કલાઓ ય છે પ૬ !
મહાહિમવંતપર્વતની જીવા પ૩,૯૩૧ યોજન ૬૧/૨ કલા છે. (પ)
સત્તાવન્ન સહસ્સા, ધણુપટ્ટ તેણઉય દુસય દસ ય કલા બાહા બાણઉઈ સયા, છસત્તરા નવ કલદ્ધ ચ | પ૭ ||
(મહાહિમવંતપર્વતનું) ધનુ પૃષ્ઠ ૫૭, ૨૯૩ યોજન ૧૦ કલા છે, બાહા ૯,૨૭૬ યોજન ૯૧/૨ કલા છે. (૫૭)
એગુત્તરા નવ સયા, તેવત્તરિમેવ જોયણસહસ્સા / જીવા સત્તરસ કલા, અદ્ધકલા ચેવ હરિવાસે છે ૫૮ | હરિવર્ષક્ષેત્રની જીવા ૭૩,૯૦૧ યોજન ૧૭૧/૨ કલા છે. (૫૮)