________________
બૃહત્સેત્રસમાસની મૂળગાથા અને શબ્દાર્થ
૪૧૧
દસ ચેવ સહસ્સાઈ, સત્તવ સયા હવંતિ તેયાલા । ધણુપદં વેયર્ડ્ઝ, કલા ય પન્નરસ હવંતિ ॥ ૪૫ ॥ વૈતાઢ્યપર્વતનું ધનુ:પૃષ્ઠ ૧૦,૭૪૩ યોજન ૧૫ કલા
છે. (૪૫)
મહયા ધણુપટ્ટાઓ, ડહરાગં સોહિયાહિ ધણુપર્યં જે તત્વ હવઈ સેર્સ, તસદ્ધે નિદ્દિસે બાહેં || ૪૬ || મોટા ધનુ:પૃષ્ઠમાંથી નાના ધનુઃપૃષ્ઠને બાદ કર. ત્યાં જે શેષ છે તેના અર્ધને બાહા કહેવી. (૪૬)
જીવાણ વિસેસદલું, વર્ગીિયમોલંબવગ્ગસંજુi ।
જં તસ્સ વર્ગામૂલું, સા બાહા હોઈ નાયવ્વા ॥ ૪૭ ॥ જીવાઓના વિશેષ કરી (મોટી જીવામાંથી નાની જીવાને બાદ કરી) તેના અર્ધનો વર્ગ કરી અવલંબ (વિસ્તાર)ના વર્ગથી યુક્ત । તું જે વર્ગમૂળ તે બાહા છે, એમ જાણવું. (૪૭)
સોલસ ચેવ કલાઓ, અહિયાઓ કુંતિ અદ્ધભાગેણં । બાહા વેયઢ઼સ્સ ઉ, અટ્ટાસીયા સયા ચઉરો ॥ ૪૮ ॥ વૈતાઢ્યપર્વતની બાહા ૪૮૮ યોજન ૧૬૧/૨ કલા છે. (૪૮) ચઉદ્દસ ય સહસ્સાઈ, સયાઈ ચત્તારિ એગસયરાઈ । ભરહ્ત્તરદ્ધજીવા, છચ્ચ કલા ઊણિયા કિંચિ ॥ ૪૯ ॥ ભરતના ઉત્તરાર્ધની જીવા ૧૪,૪૭૧ યોજન અને કંઈક ન્યૂન ૬ કલા છે. (૪૯)
ચોદ્દસ ય સહસ્સાઈ, સયાઈ પંચેવ અટ્ટવીસાઈ । એક્કારસ ય કલાઓ, ધણુપઢું ઉત્તરદ્ધસ્સ ॥ ૫૦ ॥ ભરતના ઉત્તરાર્ધનું ધનુઃપૃષ્ઠ ૧૪,૫૨૮ યોજન ૧૧ કલા
છે. (૫૦)
ભરહવ્રુત્તર બાહા, અટ્ટારસ હુંતિ જોયણસયાઈ । બાણઉઇ જોયણાણિ ય, અદ્ભુ કલા સત્ત ય કલાઓ ॥ ૫૧ ॥ ભરતના ઉત્તરાર્ધની બાહા ૧,૮૯૨ યોજન ૭૧/૨ કલા છે. (૫૧)