SearchBrowseAboutContactDonate
Page Preview
Page 434
Loading...
Download File
Download File
Page Text
________________ મનુષ્યક્ષેત્રની બહારનો અધિકાર ૪૦૧ મનુષ્યક્ષેત્રની બહારનો અધિકાર Nissssssss મનુષ્યક્ષેત્રની બહાર નદી, દ્રહ, વાદળ, વિજળી, ગર્જના, અગ્નિ, તીર્થંકર-ચક્રવર્તી-બળદેવ-વાસુદેવ વગેરે ઉત્તમ પુરુષો, મનુષ્યોના જન્મ-મરણ, કાળ વગેરે હોતા નથી. નંદીશ્વરદ્વીપમાં પર + ૧૬ = ૬૮ જિનચૈત્યો છે. કુંડલીપની મધ્યમાં વલયાકાર કુંડલપર્વત છે. તેની ઉપર ચારે દિશામાં ૧-૧ જિનચૈત્ય છે. ચકદીપની મધ્યમાં વલયાકાર રુચકપર્વત છે. તેની ઉપર ચારે દિશામાં ૧-૧ જિનચૈત્ય છે. આ ૭૬ જિનચૈત્યો ૪-૪ ધારવાળા, ૧૦૦ યોજન લાંબા, ૫૦ યોજન પહોળા અને ૭ર યોજન ઊંચા છે. ચકપર્વત અને દિકકુમારિકાઓ ચકકીપની મધ્યમાં વલયાકારે રુચકપર્વત છે. તે ૮૪,000 યોજન ઊંચો, મૂળમાં ૧૦,૦રર યોજન પહોળો અને ઉપર ૪,૦૨૪ યોજન પહોળો છે. તેના શિખર ઉપર ચારે દિશામાં ૧૦00-1000 યોજન પછી એક-એક કૂટ છે તથા ૩૦૦૦-૩૦૦૦ યોજન પછી ૯-૯કૂટછે. તે૯-૯કૂટોમાં વચ્ચે ૧-૧ સિદ્ધાયતનકૂટછે. ચકપર્વતના શિખર ઉપર વિદિશામાં ૩૦૦૦-૩000 યોજન પછી મૂળમાં ૧૦૦૦ યોજન પહોળા, ૧000 યોજન ઊંચા, ઉપર ૫૦૦ યોજન પહોળા ૧૧ ફૂટ છે. સિદ્ધાયતનકૂટ સિવાયના ૪૦ ફૂટો દિકુમારીકાઓના છે. ચકપર્વત ઉપર પૂર્વદિશાના ૮ કૂટો ઉપર વસનારી દિકુમારિકાઓ – (૧) નંદોત્તરા, (૨) નંદા, (૩) સુનંદા, (૪) નંદિવર્ધિની, (૫) વિજયા, (૬) વૈજયંતા, (૭) જયંતી, (૮) અપરાજિતા.
SR No.022056
Book TitleKshetra Samas
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year2013
Total Pages650
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy