SearchBrowseAboutContactDonate
Page Preview
Page 433
Loading...
Download File
Download File
Page Text
________________ ઈપુકારપર્વત અને માનુષોત્તરપર્વત પરના જિનચૈત્યો મનુષ્યક્ષેત્રમાં ૪ ઈષુકા૨પર્વતો છે. દરેક ઈષુકા૨૫ર્વત ઉ૫૨ ૪-૪ કૂટો છે. તેમાંનુ છેલ્લું કૂટ તે સિદ્ધાયતન ફૂટ છે. તેની ઉપર ૧ જિનચૈત્ય છે. આમ ઈષુકા૨પર્વતો ઉપર કુલ ૪ જિનચૈત્યો છે. તે ૫૦ યોજન લાંબા, ૨૫ યોજન પહોળા અને ૩૬ યોજન ઊંચા છે. માનુષોત્તરપર્વત ઉ૫૨ ૪ દિશામાં ૪ કૂટો છે. તેમની ઉપ૨ વર્ષધર પર્વતો ઉપરના જિનચૈત્યો જેવા ૧-૧ જિનચૈત્યો છે. પુષ્કરવરદ્વીપ અધિકાર સમાપ્ત ૪૦૦ સાધુ જીવનના પાંચ અંગ – (૧) વિનય, (૨) શ્રુતાભ્યાસ, (૩) યોગાભ્યાસ, (૪) પરાર્થકરણ અને (૫) સર્વત્ર અનુકૂળ વર્તન. • સમર્પણ માત્ર સર્વાર્પણ જ નથી માગતું, સ્વાર્પણ પણ માગે છે. • લાઓ ત્સે– મને કોઈએ ક્યારેય હરાવ્યો નથી, કારણ કે મેં ક્યારેય જીતવાના પ્રયત્નો જ કર્યા નથી. કોઈએ મારું ક્યારેય અપમાન કર્યું નથી, કારણ કે સન્માનની આશા મેં ક્યારેય રાખી નથી. * • વિનયના પાંચ પ્રકાર – (૧) ઔચિત્ય પ્રતિપત્તિ, (૨) બહુમાન, (૩) કૃતજ્ઞતા, (૪) આજ્ઞાયોગ અને (૫) ગુરુના વચનનું સત્યકરણ. વૈરાગ્યના ત્રણ લક્ષણ — (૧) બને એટલી અનુકૂળતાનો ત્યાગ કરવો. (૨) આવેલી પ્રતિકૂળતા ધૈર્યને બાધ ન આવે એ રીતે વિચારીને સહન કરવી. (૩) ધૈર્યને બાધ આવે એવી પ્રતિકૂળતાનો અપવાદ માર્ગનો સહારો લઈ પ્રતિકાર કરવો.
SR No.022056
Book TitleKshetra Samas
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year2013
Total Pages650
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy