SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ અસંખ્ય દ્વીપો-સમુદ્રો ત્રિપ્રત્યવતાર દ્વીપ-સમુદ્ર પણ સૂર્યવરાવભાસદ્વીપ અને સૂર્યવરાવભાસ સમુદ્ર સુધી જાણવા. છેલ્લે દેવ દ્વીપ, દેવ સમુદ્ર, નાગ દ્વીપ, નાગ સમુદ્ર, યક્ષ દ્વીપ, યક્ષ સમુદ્ર, ભૂત દ્વીપ, ભૂત સમુદ્ર, સ્વયંભૂરમણ દ્વીપ અને સ્વયંભૂરમણ સમુદ્ર છે. આ દ્વીપો-સમુદ્રો ૧-૧ જ છે. જંબૂદ્વીપ પછી લવણ સમુદ્ર છે. ધાતકીખંડ પછી કાલોદ સમુદ્ર છે. ત્યાર પછી દરેક દ્વીપને ફરતો દ્વીપના નામનો સમુદ્ર છે. ૪ કાલોદ સમુદ્ર, પુષ્કરવર સમુદ્ર અને સ્વયંભૂરમણ સમુદ્રના પાણીનો સ્વાદ શુદ્ધ પાણીના સ્વાદ જેવો છે. લવણ સમુદ્રનું પાણી ખારુ છે. વારુણીવર સમુદ્રના પાણીનો સ્વાદ મદીરાના સ્વાદ જેવો છે. ક્ષીરવર સમુદ્રના પાણીનો સ્વાદ દૂધના સ્વાદ જેવો છે. ધૃતવર સમુદ્રના પાણીનો સ્વાદ ઘીના સ્વાદ જેવો છે. શેષ સમુદ્રોના પાણીનો સ્વાદ શેરડીના રસના સ્વાદ જેવો છે. કુલ દ્વીપો-સમુદ્રો અઢી ઉદ્ધાર સાગરોપમના સમયો જેટલા છે. તિર્ધ્વલોકનો વિસ્તાર ૧ રાજ છે. ઉદ્ધાર સાગરોપમનું સ્વરૂપ - દેવકુરુ-ઉત્તરકુરુના ૭ દિવસના ઘેટાના ૧ ઉત્સેધાંગુલ પ્રમાણ વાળના ૭ વાર ૮-૮ ટુકડા કરવા. એટલે ૮ ૪ ૮ x ૮ x ૮ x ૮ x ૮ x ૮ = ૬૪ x ૬૪ x ૬૪ x = ૪૦૯૬ x ૫૧૨ = ૨૦,૯૭,૧૫૨ ટુકડા થાય. A એક રાજ એટલે અસંખ્ય યોજન. ૬૪ x ૬૪ ૨૫૬ + ૩૮૪૦ ૪૦૯૬
SR No.022056
Book TitleKshetra Samas
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year2013
Total Pages650
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy