________________
રૂણોપનિષત્ શ્લોક-૧૭ : કામનું સ્વરૂપ ૪૧ પ્રસી !
__अथ मा भूत् धर्मार्थार्थसञ्चयः, कामार्थस्तु स स्यात्, तन्मूलत्वात्तस्य, ततश्च प्राणिमात्रप्रियकामसाधनमवाप्य धनं कः खलु सचेतनस्त्यागेन तन् मोघतां नयेदिति चेत् ? अत्राहआरम्भे तापकान् प्राप्तावतृप्तिप्रतिपादकान् । अन्ते सुदुस्त्यजान् कामान् कामं कः सेवते सुधीः? ॥१७॥
જેની આપત્તિ તમે આપો છો, તેનો પ્રસંગ આવતો જ નથી.
પૂર્વપક્ષ - ધર્મ માટે ધનનો સંચય ભલે ન કરે, કામ માટે તો કરે ને? કારણ કે કામનું મૂળ છે ધન. ધન હોય તો જ કામભોગ સંભવી શકે. કામ તો જીવમાત્રને પ્રિય હોય છે. તેના ઉપાયરૂપ ધનને ત્યાગ દ્વારા વેડફી નાખે, એવો કયો બુદ્ધિશાળી હોય ?
ઉત્તરપક્ષ - ગ્રંથકારશ્રી જ આ પ્રશ્નનો જવાબ આપે
જેઓ શરૂઆતમાં સંતાપ આપે છે, મળ્યા પછી અતૃપ્તિ આપે છે અને અંતે જેમનો ત્યાગ કરવો ખૂબ મુશ્કેલ થઈ પડે છે, એવા કામોનું કયો ડાહ્યો માણસ અત્યંત સેવન કરે ? 1શા