________________
૪૮ શ્લોક-૧૬ : ધર્માર્જન માટે ધનાર્જન નહીં રૂછીપવેશ: जे न भुंजंति न से चाई त्ति वुच्चइ - (दसवैकालिके २१) इति पूर्ववक्तव्येनैव स्पष्टम् । न च मूर्होत्सर्ग एवोपदेशतात्पर्यत्वे स्वाधीनभोगत्यागस्याप्यनुपादेयत्वसिद्धौ त्यागमात्रोच्छेदप्रसक्तिरिति वाच्यम्, पोष्यवर्गाविरोधाद्यौचित्यसचिवत्यागाभावस्य मूर्छाफलत्वेन मूर्छात्यागविधानेनैव तस्यापि विहितत्वात्, इत्थञ्चाऽऽपाद्यमानप्रसक्त्यप्रसङ्ग एवेत्यलं
જેઓ અનિચ્છાએ ઉપભોગ કરતા નથી, તેઓ કાંઈ ત્યાગી કહેવાતા નથી –આ પૂર્વના વક્તવ્યથી જ સ્પષ્ટ છે.
શંકા- પણ જો ઉપદેશનું તાત્પર્ય મૂર્છાનો જ ત્યાગ કરવાનું હોય, તો સ્વાધીન ભોગનો ત્યાગ પણ અનુપાદેય તરીકે સિદ્ધ થઈ જશે. પછી તો ત્યાગમાત્રનો (કોઈપણ જાતના બાહ્ય ત્યાગનો) ઉચ્છેદ થઈ જવાની આપત્તિ આવશે.
સમાધાન - ના, જે ત્યાગ કરવામાં પોષણીય કુટુંબ વગેરે વર્ગને બાધા ન પહોંચતી હોય, એવા પ્રકારના
ઔચિત્યથી જે ત્યાગ યુક્ત હોય, એવો ત્યાગ પણ ન કરવામાં આવે તો તેવો ત્યાગાભાવ મૂચ્છનું ફળ છે. અર્થાત મૂર્છાને કારણે જ ઉચિત ત્યાગ થતો નથી. માટે શાસ્ત્રકારોએ “મૂર્છાને છોડવી જોઈએ” એવું કહેવા દ્વારા જ “ત્યાગ કરવો જોઈએ એવું પણ કહ્યું જ છે. આ રીતે