________________
રૂણોપનિષત્ શ્લોક-૧૬ : ધર્માર્જન માટે ધનાર્જન નહીં ૪૭ (दशवैकालिके २-२) इत्यागमविरोध इति चेत् ? न, आशयासंवेदनात्, न ह्येतत् पारमष भोगस्वाधीनतां सम्पाद्य पश्चात्ते त्यक्तव्या इत्युपदिशति, अपि त्वनादिसंसारेऽनन्तशोऽप्यकामेन भोगवञ्चितताऽनुभूता, न चाप्तं किञ्चित् कल्याणमिति तदिच्छुना सकामेनैव स्वाधीनभोगास्त्यक्तव्या इति । एतच्च-वत्थ गंधमलंकारं इत्थीओ सयणाणि य । अच्छंदा
આવશે. એ વચન છે – જે સ્વાધીન ભોગોનો ત્યાગ કરે છે, તે જ “ત્યાગી' એમ કહેવાય છે. (દશવૈકાલિક ૨
૨).
સમાધાન - ના, એ વચન પાછળનો આશય તમે સમજ્યા નથી. પરમર્ષિનું આ વચન કાંઈ એવો ઉપદેશ નથી આપતું કે પહેલા ભોગોને સ્વાધીન કરવા, અને પછી તેમનો ત્યાગ કરવો. પણ એવું જણાવે છે કે અનાદિકાલીન સંસારમાં અનંત વાર ઈચ્છા વિના ભોગથી વંચિતપણું અનુભવ્યું છે. અર્થાત્ ન છૂટકે ભોગોથી વંચિત રહ્યા છીએ. પણ એનાથી કાંઈ આત્માનું કલ્યાણ પ્રાપ્ત થયું નથી. માટે જે સ્વાધીન ભોગો છે, તેમને પોતાની ઈચ્છાથી જ છોડી દેવા જોઈએ. આ વાત તો – વસ્ત્ર, સુગંધી દ્રવ્ય, ઘરેણા, સ્ત્રીઓ અને સ્વજનો આ બધાનો