________________
૪૬ શ્લોક-૧૬ : ધર્માર્જન માટે ધનાર્જન નહીં રૂછોપવેશ: तस्यानीहा गरीयसी । प्रक्षालनाद्धि पङ्कस्य दूरादस्पर्शनं वरम्इति (अष्टकप्रकरणे ३०) । अन्यथाऽसम्भवोऽपि धर्मस्य दुरुक्तः, न हि धनमुपायॊत्सृज्यमिति धर्मानुशासनम्, अपि तु मूर्च्छत्सर्गः कर्त्तव्य इति । स च सद्व्यसक्त्यपगमेनैव शक्य इति त्याज्य एव त्यागार्थार्थसञ्चयाऽऽग्रहः । इत्थमेवाकिञ्चनस्यापि त्यागोपपत्तिरपि, भावतस्तत्सद्भावसम्भवात् । नन्वेवम् - साहीणे चयइ भोए, से हु चाई त्ति वुच्चइ
સ્પર્શ કર્યા વિના દૂર રહેવું, એ જ વધુ સારું છે. (અષ્ટક પ્રકરણ ૩૦).
વળી ધન વિના ધર્મ કરવો સંભવિત નથી, એવું જે કહ્યું, તે પણ સાચું નથી. કારણ કે એવો ધર્મોપદેશ નથી કે ધન કમાઈને તેનો ત્યાગ કરવો. પણ એવો ધર્મોપદેશ છે કે મૂચ્છનો ત્યાગ કરવો અને તે તો પોતાની પાસે જે ધન હોય (ઉપલક્ષણથી ન પણ હોય) તેના પરની આસક્તિના ત્યાગથી જ શક્ય છે. માટે ત્યાગ માટે પણ ધનનો સંચય કરવાનો આગ્રહ છોડી દેવો જોઈએ. વળી આ જ રીતે જેની પાસે કશું જ નથી, તેનો પણ ત્યાગ ધર્મ ઘટી શકે છે, કારણ કે ભાવથી તેની પાસે ત્યાગધર્મ હોઈ શકે છે.
શંકા - પણ આવું માનતા આગમવચનનો વિરોધ