________________
રૂછપનિષત્ શ્લોક-૧૬ : ધર્માર્જન માટે ધનાર્જન નહીં કક धर्मार्थमपि, ततश्च तदर्जनाभियोगोऽपि युक्त एव, उपादेयोपायस्याप्युपादेयत्वानपायात्, अन्यथाऽसम्भवदुपादानतया तन्मात्रोच्छेदप्रसङ्गादिति चेत् ? अत्राह - त्यागाय श्रेयसे वित्त-मवित्तः सञ्चिनोति यः । स्वशरीरं स पडून स्नास्यामीति विलिम्पति ॥१६॥
निगदसिद्धः, तथोक्तं परैरपि-धर्मार्थं यस्य वित्तेहा,
ઉત્તર - ધર્મ માટે પણ ઈચ્છીએ છીએ. માટે ધન કમાવાનો પ્રયત્ન પણ ઉચિત જ છે. ધર્મ એ ઉપાદેય છે. ધર્મ કરવાનો ઉપાય છે ધન, માટે આ અપેક્ષાએ ધન પણ ઉપાદેય બને જ છે. જો આમ ન માનો તો ધર્મની આરાધના નહીં સંભવે અને ધર્મમાત્રનો ઉચ્છેદ થઈ જશે.
સમાધાન - ગ્રંથકારશ્રી આ જ વિષયમાં પ્રકાશ પાડી રહ્યા છે -
જે નિર્ધન ત્યાગરૂપી કલ્યાણ કરવા માટે ધનસંચય કરે છે, તે હું નાહી લઈશ એમ વિચારીને પોતાના શરીર પર કાદવથી વિલેપન કરે છે. ૧૬
આ શ્લોક તેના શબ્દોથી જ સ્પષ્ટ છે. બીજાઓએ પણ તે પ્રમાણે કહ્યું છે, કે જેને ધર્મ માટે ધનની સ્પૃહા છે, તે તો નિઃસ્પૃહતા રાખે એ જ વધુ મહાન વાત છે. કાદવથી ખરડાઈને પછી પ્રક્ષાલન કરવું એના કરતા તો