________________
શ્લોક-૧૭ : કામનું સ્વરૂપ
इष्टोपदेशः
आरम्भे - सस्पृहभावाऽऽदिभावत आरभ्य, तापकान् औत्सुक्यातिरेकप्रयुक्तसन्तापाऽऽपादकान् कामान् कः सुधीः कामं सेवते ? इत्यग्रे योग:, तथा प्राप्तौ येन केनोपायेनाभिमतकामाधिगतौ सत्याम्, अतृप्तिप्रतिपादकान् तृष्णादुःखाभिवृद्धिविचक्षणान्, अन्ते - कामसंयोगावच्छिन्नकालस्य पर्यन्तभागे, सुदुस्त्यजान् सुखेन त्यक्तुमत्यन्तमशक्यान्, एवंविधान् कामान् - मनोज्ञशब्दादिगोचरान् कः सुधीः - अनन्तरोदितकामस्वरूपसंवेदनपरिपूतप्रेक्षाः, कामम्
५०
-
-
શરૂઆતમાં = જ્યારથી કામોની સ્પૃહા જાગે ત્યારથી માંડીને, તાપ આપનારા = ઉત્સુકતાના અતિરેક દ્વારા સંતાપ ઉપજાવનારા, એવા કામોને કયો ડાહ્યો માણસ ખૂબ સેવે, એમ આગળ અન્વય જોડવાનો છે. તથા પ્રાપ્તિ થતા – જે તે ઉપાયથી પણ ઈષ્ટ કામભોગ મળતા, અતૃપ્તિનું પ્રતિપાદન કરનારા = તૃષ્ણારૂપી દુઃખને વધારવામાં નિપુણ એવા, અંતે = જેટલા કાળમાં કામભોગનો સંયોગ હોય, કાળના તે ગાળાના છેલ્લા ભાગમાં, સુદુસ્ત્યજ = જેમને સુખેથી છોડવા ખૂબ મુશ્કેલ છે, આવા કામોને = સુંદર શબ્દ વગેરે વિષયોને, કયો ડાહ્યો માણસ = હમણા કહેલા કામના સ્વરૂપના જ્ઞાનથી પવિત્ર થયેલી મતિવાળો કામભોગો સર્વદા દુ:ખી કરનારા છે, એવું બરાબર
==