________________
રૂણોપનિષત્ શ્લોક-૧૧ : સંસારભ્રમણના ત્રણ કારણ दाकर्षणकर्म - क्रमशः सव्यापसव्यभागयोर्दण्डवेष्टनतन्मोक्षभावेन मन्थानभ्रमिप्रयोजिका प्रक्रिया, तेन, सन्ततमपि रागादिभवानुगुणागुणाऽऽसेवनेनेति हृदयम्, एतदप्यात्मापायावहमनुष्ठानं कस्मादित्याह - अज्ञानात् - वस्तुस्वरूपसंवेदनप्रत्यूहकरणप्रवणान्मोहात्, असौ - स्वसंवेदनप्रत्यक्षगोचरीभूतः, जीवः सुचिरम् - दीर्घकालं. यावत्, संसाराब्धौ - भवावारपारे, भ्रमति - सततमपि संसरति, रागादेरेव मुक्तिप्रतिबन्धकत्वेन
તેને ખેંચવાની જે ક્રિયા = ડાબા અને જમણા ભાગને એવી રીતે ખેચવામાં આવે કે એક ભાગ દંડ પર વીંટળાઈ જાય અને બીજા ભાગનો વળ છૂટી જાય-આ રીતે થવાથી દંડ ગોળ-ગોળ ફરે. રાગ-દ્વેષને આ દોરડાની ઉપમા આપી જણાવ્યું છે કે સતત સંસારચક્રને અનુકૂળ એવા રાગાદિ દોષના સેવનથી જીવ સંસારમાં ભ્રમણ કરે છે. આવું આત્માને દુ:ખ કરનારું કાર્ય પણ શેના કારણે કરે છે તે કહે છે - અજ્ઞાનથી = વસ્તુના સ્વરૂપના સંવેદનમાં વિઘ્ન કરવામાં નિપુણ એવા મોહથી આ = પોતાના સંવેદનથી પ્રત્યક્ષનો વિષય બનેલ એવો જીવ દીર્ઘકાળ સુધી સંસારસાગરમાં ભ્રમણ કરે છે = સતત એક પર્યાયમાંથી બીજા પર્યાયમાં – એક ગતિમાંથી બીજી ગતિમાં ભ્રમણ કરે છે.