________________
१३८ શ્લોક-પ૧ : પ્રશસ્તિ
इष्टोपदेशः प्रयोजनपुरस्सरम्, अधीत्य - गीतार्थपार्श्वसेवानुभावेनाधिगम्य, एतेनानुपासितगुरुकुलस्यैतत्तत्त्वाधिगमासम्भव इत्युक्तम् । न च ज्ञानमात्रेणानुरूपाचारविकलेनेष्टसिद्धिरित्याह - स्वमतात् - निजाभिलाषात्मकात् प्रयोजकात्, एतेनास्य परोपरोधादिप्रयुक्तप्रवृत्तिविरह आवेदितः, मानम् - सत्कारपरीषहः, अपमानम् - आक्रोशादिपरीषहः, तयोः समतां वितन्यद्वयमप्येतन्मम सुभगदुर्भगादिकर्मनिर्जरासहायत्वेन सममेवेति
પડખાની સેવાના પ્રભાવે જાણીને, આવું કહેવા દ્વારા એમ દર્શાવ્યું છે કે જેઓ ગુરુકુળની ઉપાસના નથી કરતા, તેમને આ તત્ત્વજ્ઞાન થવું શક્ય નથી.
વળી જ્ઞાનને અનુરૂપ આચાર ન હોય, તો એ જ્ઞાન માત્રથી અભિમત પ્રયોજનની સિદ્ધિ ન થઈ શકે, માટે કહે છે – સ્વમતથી – પોતાના અભિલાષરૂપી પ્રયોજકથી. આમ કહેવા દ્વારા એ બુદ્ધિમાન બીજાના આગ્રહ વગેરેથી પ્રવૃત્તિ નથી કરતો, એમ જણાવ્યું છે. માન = સત્કાર પરીષહ, અપમાન = આક્રોશ વગેરે પરીષહ, તે બન્નેમાં સમતાનો વિસ્તાર કરીને = એ બને ય મારા સુભગ નામ કર્મ – દુર્લગ નામ કર્મ વગેરે કર્મોની નિર્જરા કરવામાં સહાયક છે, એ દૃષ્ટિએ એ બન્ને સરખા જ છે. તો પછી તેમની ઉપસ્થિતિ થતા હું હર્ષ-શોક વગેરે વિચિત્ર ચેષ્ટા