________________
શ્લોક-૫૦ઃ ઉપસંહાર इष्टोपदेशः महः, यदेतज्ज्योतिस्तत् प्रष्टव्यम्, जिज्ञासागोचरीकृत्य बहुश्रुतेभ्यस्तत्स्वरूपं परिभावनीयमित्यर्थः, तदेष्टव्यम् - तदेकोपादेयबुद्धिना भाव्यम्, तच्च मुमुक्षुभिः - परोपाधिविमोक्षवाञ्छुभिः द्रष्टव्यम् प्रत्यक्षमीक्षणीयम्, एतद्धि तज्जिज्ञासादिफलं यस्तत्साक्षात्कार इति । सर्वोपसंहारमाह - जीवोऽन्यः पुद्गलश्चान्य इत्यसौ तत्त्वसङ्ग्रहः । यदन्यदुच्यते किञ्चित् सोऽस्तु तस्यैव विस्तरः ॥५०॥
ચિન્મય તેજ. જે આ જ્યોતિ છે, તેની પૃચ્છા કરવી જોઈએ = તેની જિજ્ઞાસા કરીને બહુશ્રુતો પાસેથી તેના સ્વરૂપનું પરિભાવન કરવું જોઈએ. તેની ઈચ્છા કરવી જોઈએ = તે જ ઉપાદેય છે એમ સમજવું જોઈએ, અને મુમુક્ષુઓએ = જેમને પરરૂપી ઉપાધિના વિશ્લેષની (પૃથભાવની) ઈચ્છા છે તેમણે, જોવી જોઈએ = તેના પ્રત્યક્ષ દર્શન કરવા જોઈએ. કારણ કે તેનો સાક્ષાત્કાર થાય, એ જ તેની જિજ્ઞાસા આદિનું ફળ છે. હવે સર્વ ગ્રંથનો ઉપસંહાર કરતા કહે છે –
જીવ અન્ય છે, અને પુદ્ગલ અન્ય છે, એ તત્ત્વસંગ્રહતત્ત્વનો સાર છે. જે કાંઈ અન્ય કહેવાય છે, તે તેનો જ વિસ્તાર છે. પol