________________
इष्टोपनिषद्
શ્લોક-૪૩-૪૪ : યોગીનો યોગ
१२५
प्रियत्वादिना तेन तदवेदनात् किञ्चानुभवांशे तु तत्सर्वस्यापि वस्तुनोऽवेदनमेव तस्येति तदपेक्षमज्ञानमप्यनाहतमेव, अत एवानेकान्तवादे सर्वज्ञापलापकारिणामशुच्यास्वादप्रसङ्गादिकुतर्कपुरस्कृतां विफलीभवन्ति मनोरथा इति सर्वमवदातम् ।
प्रकृते तु युगपदनेकोपयोगाभावाद् रागादिप्रयुक्तप्रियत्वादिवेदनाभावाद्वाऽज्ञानं योगिनां सङ्गतिमङ्गतीति ध्येयम् । થતો હોવા છતાં પણ તેઓ વિશેષપણે = પ્રિય કે અપ્રિય રૂપે તેનું સંવેદન કરતા નથી. વળી અનુભવના અંશે તો તેમને તે બધી વસ્તુના સંવેદનનો અભાવ જ હોય છે. માટે તે અપેક્ષાએ તો સર્વજ્ઞને પણ અજ્ઞાન (=અનનુભવ) હોય છે. જેઓ સર્વજ્ઞનો અપલાપ કરે છે, ‘સર્વજ્ઞ છે જ નહીં' એવું સિદ્ધ કરવા માટે તેઓ એવી દલીલ કરે છે કે જે બધું જાણે તેને તો અશુચિનો આસ્વાદ પણ સતત થયા કરશે.' આવા કુતર્કો કરનારના મનોરથો અનેકાંતવાદમાં નિષ્ફળ થાય છે. કારણ કે અનેકાંતવાદમાં જ્ઞાનાંશે સંવેદન અને અનુભવાંશે અસંવેદન માન્ય છે. આ રીતે કોઈ દોષ નથી.
પ્રસ્તુતમાં તો એક સમયે અનેક ઉપયોગ ન હોવાથી, અથવા તો રાગ વગેરેથી થતા પ્રિયપણા વગેરેના સંવેદનના અભાવથી યોગીઓને ‘અજ્ઞાન' હોય છે, એ વાત ધ્યાનમાં રાખવી જોઈએ. આ આખો ય યોગમાર્ગ