________________
૨૨૪ શ્લોક-૪૩-૪૪ : યોગીનો યોગ રૂછીપવેશ:
य इत्यादि व्यक्तं व्याख्यातप्रायं च । अज्ञातेत्यादि । न च कथमज्ञानान्मोक्ष इति वाच्यम्, क्षपकश्रेणिप्रभृतिमहासमाधिकृतयोगस्य स्वदेहाधुपयोगे सति तद्योगनिर्वाहस्यैवासम्भवात् । ननु तथापि सर्वज्ञस्य मोक्षाभावप्रसङ्गः, उक्ताज्ञानवञ्चितत्वात्तस्येति चेत् ? न, सर्वसाक्षात्कारे सत्यपि
વિશિષ્ટતાઓનું સંવેદન ન કરતો હોવાથી) અનભિજ્ઞ (અજાણ) બને છે અને તેના વિશેષોને નહીં જાણનાર તે બંધાતો નથી, (પણ) મુક્તિ પામે છે. I૪૪
જે વગેરે સ્પષ્ટ છે. અને તેની વ્યાખ્યા લગભગ પૂર્વે આવી ગઈ છે. અજ્ઞાત ઈત્યાદિ.
શંકા - અજ્ઞાનથી વળી મોક્ષ શી રીતે મળે ?
સમાધાન – આવી શંકા કરવી ઉચિત નથી. કારણ કે જેમણે ક્ષપકશ્રેણિ વગેરે મહાસમાધિ સાથે જોડાણ કર્યું છે, તેમને જો તે દશામાં પોતાના શરીર વગેરે પ્રત્યે ઉપયોગ હોય, તો તેઓ પોતાના તે જોડાણનો જ નિર્વાહ ન કરી શકે.
શંકા - પણ તો ય સર્વજ્ઞનો મોક્ષ ન થવાની આપત્તિ આવશે ને ? કારણ કે સર્વજ્ઞમાં તો તમે કહેલું અજ્ઞાન છે જ નહીં.
સમાધાન - ના, સર્વજ્ઞને સર્વ વસ્તુનો સાક્ષાત્કાર