________________
૨૧૨ શ્લોક-૩૭-૩૮ : વિષયવૈરાગ્ય અને તત્ત્વજ્ઞાન પ્રાપ્તિ રૂછોપવેશ: . - इति (आत्मबोधोपनिषदि) । सोऽयं विषयविराग एव बीजाकुरन्यायेन स्वजनकजातीयजनकतां प्रतिपद्यत इत्याहयथा यथा न रोचन्ते विषयाः सुलभा अपि । तथा तथा समायाति संवित्तौ तत्त्वमुत्तमम् ॥३८॥
यथेत्यादि व्यक्तम् । प्रमाणं चात्र पारमर्षम् - जे अणन्नारामे से अणन्नदंसी - इति (आचाराङ्गे १-२-६/ १००) । ततश्च यां लोकातिगामवस्थामसावुपयाति तामाह -
(આત્મબોધોપનિષ) તેવો આ વિષયવિરાગ જ બીજાંકુર ન્યાયથી પોતાના જનકની જાતિનું જનક બને છે. અર્થાત્ પોતાને ઉત્પન્ન કરનાર જે તત્ત્વસંવેદન છે, તથાવિધ અન્ય તત્ત્વસંવેદનનું કારણ બને છે, એ વાત કહે છે –
જેમ જેમ સુલભ વિષયો પણ ગમતા નથી, તેમ તેમ સંવેદનમાં ઉત્તમ તત્ત્વ આવે છે. ૩૮.
જેમ ઈત્યાદિ સ્પષ્ટ છે. આ વિષયમાં પરમર્ષિનું વચન પ્રમાણભૂત છે-જે અનન્યરમણકારી છે તે અનન્યદર્શી છે. (આચારાંગ ૧-૨-૬/૧૦૦) અર્થાત્ જેનું મન તત્ત્વ સિવાય બીજે (વિષયોમાં) રમણ કરતું નથી, તેને તત્ત્વનું દર્શન થાય છે. (વૃત્તિમાં અન્ય અર્થ છે, પણ સૂત્રના અનંત અર્થ હોય છે. માટે આ અર્થ પણ સંગત છે), પછી તો એ સાધક જે લોકોત્તર દશાને પામે છે, તે કહે છે –