________________
રૂછપનિષત્ શ્લોક-૩૭-૩૮ઃ વિષયવૈરાગ્ય અને તત્ત્વજ્ઞાન પ્રાપ્તિ ૨૨૨ इति वाच्यम्, स्वास्थ्यसुखजननद्वारेण तस्य तज्जनकत्वात्, तदुक्तम् - तावत् सुखेच्छा विषयार्थभोगे, यावन्मनः स्वास्थ्यसुखं न वेत्ति । लब्धे मनःस्वास्थ्यसुखै-कलेशे, त्रैलोक्यराज्येऽपि न तस्य वाञ्छा - इति (हृदयप्रदीपे ३३)। न हि दृष्टामृतः कश्चित् सचेतनो विष न विरज्यतीति, तथाऽऽहुः परेऽपि - ब्रह्मानन्दे निमग्नस्य विषयाऽऽशा न तद् भवेत् । विषं दृष्ट्वाऽमृतं दृष्ट्वा विषं त्यजति बुद्धिमान्
જાગી શકે ?
સમાધાન - તત્ત્વસંવેદનથી સ્વસ્થતાનું સુખ ઉત્પન્ન થાય છે અને તેનાથી વિષયો પ્રત્યે વૈરાગ્ય ઉત્પન્ન થાય છે. કહ્યું પણ છે કે – વિષયાર્થના ભોગથી થતા સુખની ઈચ્છા ત્યાં સુધી જ હોય છે, કે જ્યાં સુધી મનની સ્વસ્થતાનું સુખ જાણતો નથી. મનની સ્વસ્થતાના સુખનો તો અંશ પણ મેળવ્યા પછી તેને ત્રણ લોકના રાજ્ય માટે પણ કોઈ સ્પૃહા થતી નથી. (હૃદયપ્રદીપ ૩૩).
એવો કોઈ બુદ્ધિશાળી ન હોય કે જેને અમૃતને જોયા પછી ઝેર પ્રત્યે અણગમો ન થઈ જાય. તે મુજબ અન્યોએ પણ કહ્યું છે કે – જે બ્રહ્માનંદમાં નિમગ્ન છે, તેમને વિષયની આશા થતી નથી. બુદ્ધિમાન વ્યક્તિ વિષ અને અમૃતને જોયા પછી વિષને છોડી દે છે.