________________
શ્લોક-૩૬ : આત્મતત્ત્વનો અભ્યાસ
इष्टोपदेश:
तदत्रनिश्चयगुरुभूतमात्मतत्त्वमेवाभ्यसितुमुपदेष्टि - अभवच्चित्तविक्षेप, एकान्ते तत्त्वसंस्थितः । अभ्यसेदभियोगेन, योगी तत्त्वं निजात्मनः ॥३६॥
चित्तविक्षेपः सनिमित्तमन्यथा वोपजायमानश्चेतः
सङ्क्षोभः, स न भवति यस्मिन् वक्ष्यमाणहेतुवशात्सः अभवच्चित्तविक्षेपः, यतः एक एवाद्वितीयो विजातीयकलङ्कनिर्मुक्तः शुद्ध आत्माऽहमिति अन्तः निश्चयः एकान्तः, तस्मिन् सति तत्त्वसंस्थितः - सद्भूतवस्तुस्वभावं
१०८
—
તો હવે નિશ્ચયગુરુરૂપ આત્મતત્ત્વનો જ અભ્યાસ કરવા માટે ઉપદેશ આપે છે -
જેને ચિત્તવિક્ષેપ થતો નથી તેવો, એકાંતમાં તત્ત્વસંસ્થિત એવો યોગી પ્રયત્નપૂર્વક પોતાના આત્મતત્ત્વનો અભ્યાસ કરે. ॥૩૬॥
ચિત્તવિક્ષેપ નિમિત્તથી કે અન્યથા = નિમિત્ત વગર થતો મનનો સંક્ષોભ. તે હવે કહેવાતા કારણથી જેનામાં થતો નથી, તેવો = અભવચિત્તવિક્ષેપ. આવી અવસ્થાનું કારણ કહે છે કે જેથી ‘હું એક જ અદ્વિતીય વિજાતીય કલંકથી અત્યંત મુક્ત એવો શુદ્ધ આત્મા છું', એવો અંત = નિશ્ચય - એકાન્ત, તે હોતે છતે તત્ત્વસંસ્થિત
વિદ્યમાન એવા વસ્તુસ્વભાવને સ્વીકારનાર = તેને જ
=
=