SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ રૂછપનિષત્ શ્લોક-૩૫ : જ્ઞાનાજ્ઞાન વિષે આત્મા નિમિત્ત માત્ર ૨૦૭ गतेधर्मास्तिकायवत्, तथाहि जीवाः पुद्गलाश्च स्वत एव स्वरूपयोग्यतानुभावेन गमनप्रवृत्ता भवन्ति, न हि धर्मास्तिकायस्तान् बलात् प्रवर्तयति, किन्तु गमनपरिणतौ निमित्तमात्रतामुपयाति, तथा प्रकृतेऽपि द्रष्टव्यम् । अत एवोदितं - क्वः शिष्यः क्व च वा गुरुः - इति (अष्टावक्रगीतायाम् २०-१३) । उपयुज्यतेऽयमपि शुद्धनयो दशाविशेषे निष्पन्नयोगिनाम्, तदितरैस्तु कुलयोगिप्रभृतिभिर्गुरुचरणशरणमेवावलम्बनीयमिति ध्येयम् । - જેમ કે ગતિનું નિમિત્ત ધર્માસ્તિકાય છે. તે આ રીતે – જીવો અને પુદ્ગલો પોતે જ સ્વરૂપ યોગ્યતાના પ્રભાવે ગમનપ્રવૃત્ત થાય છે. ધર્માસ્તિકાય કાંઈ તેમને પરાણે ગમન કરાવતું નથી. પણ ગમનક્રિયાની પરિણતિમાં નિમિત્તમાત્ર બને છે, એ રીતે પ્રસ્તુતમાં પણ જોવું જોઈએ. માટે જ અન્યોએ પણ કહ્યું છે કે – ક્યાં શિષ્ય ? ને ક્યાં ગુરુ ?... (અષ્ટાવક્રગીતા ૨૦-૧૩) આ એક શુદ્ધનય છે. જે વિશિષ્ટ દશામાં નિષ્પન્નયોગીઓને ઉપયોગી થાય છે. માટે તેમની સિવાયના જે કુલયોગી વગેરે હોય, તેમણે તો (વ્યવહારમાન્ય) ગુરુના ચરણનું શરણ જ લેવું જોઈએ, એ ધ્યાનમાં રાખવા યોગ્ય છે.
SR No.022053
Book TitleIshtopadesh
Original Sutra AuthorN/A
AuthorPujyapadswami, Kalyanbodhisuri
PublisherJinshasan Aradhak Trust
Publication Year2010
Total Pages186
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy