________________
૨૦૬ શ્લોક-૩૫ : જ્ઞાનાજ્ઞાન વિષે આત્મા નિમિત્ત માત્ર રૂણોપવેશ: न, निमित्तमात्रत्वात्, एतदेव स्पष्टमाचष्टेनाज्ञो विज्ञत्वमायाति, विज्ञो नाज्ञत्वमृच्छति । निमित्तमात्रमन्यत्तु, गतेधर्मास्तिकायवत् ॥३५॥
नाज्ञ इत्यादि । न हि स्वरूपयोग्यताविरहे निमित्तसहस्रमपि कार्यं साधयितुमलं भवति, व्यापारसहस्रेणापि शुकवद् बकपाठनस्याशक्यत्वात् । अन्यत्तु स्वरूपयोग्यताऽऽलिङ्गितातिरिक्तं निमित्तमात्रम्, अत्र निदर्शनमाह
સમોંધાન - અહીં અપદ્વવ નથી. કારણ કે બાહ્ય વ્યક્તિ નિમિત્ત માત્ર છે. આ જ વાતને ગ્રંથકારશ્રી સ્પષ્ટરૂપે કહે છે – * અજ્ઞાની વિદ્વાનપણું પામતો નથી અને વિદ્વાન અજ્ઞાનીપણું પામતો નથી. બીજું તો નિમિત્તમાત્ર છે. જેમ કે ગતિનું ધર્માસ્તિકાય. રૂપા
અજ્ઞ નહીં ઈત્યાદિ ! આવું કહેવા પાછળનો આશય એ છે કે જો સ્વરૂપયોગ્યતા જ ન હોય, તો હજાર નિમિત્તો ભેગા થઈને પણ કાર્યને સિદ્ધ કરવા સમર્થ નથી. જેમ કે હજાર વાર મહેનત કરો, તો ય પોપટની જેમ બગલાને ભણાવવું શક્ય નથી. બીજું તો = જેનામાં સ્વરૂપયોગ્યતા છે, તે સિવાયનું તો નિમિત્ત માત્ર છે. અહીં દૃષ્ટાંત કહે છે