________________
રણોપનિષત્ શ્લોક-૩૪ : નિશ્ચયથી આત્મા જ ગુરુ. ૨૦૫ सीलंगरहमारूढो नाणदंसणसारथी । अप्पणा चेव अप्पाणं चोइत्ता वहए रह - इति (ऋषिभाषिते), यथा चैतत्तत्त्वं तथा व्युत्पादितमस्माभिर्नयवादविवेचनेनाऽऽर्षोपनिषदीति विलोक्या સT |
ननु चैवं लोकप्रसिद्धव्यवहारापलाप इति चेत् ? सत्यम्, तथापि नापूर्वः, इतरनयापलापस्य सर्वनयेषु तुल्यत्वात् । ननु तथापि गुरुशिक्षित एव शिष्योऽवाप्ततत्तत्संस्कारः सुशिक्षिततामुपैतीति प्रत्यक्षमीक्ष्यमाणं कथमपह्नोतुं शक्यत इति चेत् ?
સારથિવાળો એવો આત્મા પોતે જ પોતાને પ્રેરણા કરીને રથનું વહન કરે છે. (ઋષિભાષિત) જે રીતે–આ તત્ત્વ રહેલું છે, તે રીતે અમે નયવાદના વિવેચનપૂર્વક આર્ષોપનિષમાં વ્યુત્પાદિત કર્યું છે, માટે તેનું અવલોકન કરી શકાય.
શંકા - પણ આ રીતે તો લોકપ્રસિદ્ધ વ્યવહારનો અપલોપ થશે ને ?
સમાધાન - હાસ્તો, પણ એમાં કોઈ નવી વાત નથી. કારણ કે બીજા નયોનો અપલાપ તો સર્વ નયોમાં તુલ્ય જ છે.
શંકા - તો ય ગુરુથી શિક્ષણ પામેલો શિષ્ય જ તે તે સંસ્કારને પ્રાપ્ત કરીને સુશિક્ષિત બને છે, એવું પ્રત્યક્ષ દેખાય છે. તો એનો અપદ્વવ શી રીતે કરી શકાય ?