________________
इष्टोपनिषद्
શ્લોક-૩૨ : સ્વોપકાર ઉપદેશ
परोपकृतिमुत्सृज्य, स्वोपकारपरो भव । ૩પર્વનું પરસ્યાનો, દૃશ્યમાનસ્ય જોવત્ ॥રૂરા
परेत्यादि । पुद्गलप्रीतिं कर्मबन्धानुगुणतां च विहायात्मकल्याणैकपरायणः स्या इति हृदयम् । एतेन परोपकारसारतया धर्मोपदेशानामधर्मवचोऽन्तर्भूतमिदमिति निरस्तम्, प्रेरकाभिप्रेत
પરોપકાર છોડીને સ્વોપકારમાં તત્પર થા. જે દેખાતા પર ઉપર ઉપકાર કરે છે, તે લોકની જેમ અજ્ઞાની છે. ॥૩॥
પર ઈત્યાદિ. આ શ્લોકનો આશય એ છે કે તું પર = પુદ્ગલ પ્રત્યેની પ્રીતિ અને કર્મબંધ કરાવે તેવી વૃત્તિને છોડીને આત્મકલ્યાણમાં જ તત્પર બની જા.
શંકા - ધર્મનો ઉપદેશ તો પરોપકારની પ્રધાનતાવાળો હોય છે. માટે આ શ્લોક અધર્મવચન છે, એવું નથી લાગતું ?
સમાધાન - ના, આ શ્લોકનું અહીં જે રીતે અર્થઘટન કર્યું છે તે રીતે તમે કહેલી શંકાનો નિરાસ થાય છે. કારણ કે અહીં પર = પુદ્ગલ/કર્મ અભિપ્રેત છે. વળી શંકાકા૨ને જે પરોપકાર અભિપ્રેત છે, તે પણ આત્મોપકારની અંતર્ભૂત જ છે.
આશય એ છે કે શંકાકાર શાસ્ત્રવિહિત પરોપકારને