________________
९५
રૂછોપનિષત્ શ્લોક-૩૧ : આત્મહિત માટે યત્ન त्मस्वरूपः कश्चिद् गजसुकुमालादिः, जीवहितस्पृहः - स्वविजातीयात्मकविपक्षक्षपणप्रयुक्तात्मकल्याणकामी भवति । अत्र सामान्यत एव हेतुमाह-स्वस्वप्रभावभूयस्त्वे - अचरमावर्त्तादिकालादिसामग्रीसमवधानवशादात्मीयात्मीयानुभावबाहुल्येसञ्जाते सति, को वा स्वार्थं न वाञ्छति ? मन्दोऽप्य
આત્માનું વિવિક્ત (શુદ્ધ) સ્વરૂપ જાણી લીધું છે એવા કોઈ ગજસુકુમાલ વગેરે જીવના હિતની સ્પૃહા કરે છે = પોતાના વિજાતીય (પુદ્ગલ) રૂપ શત્રુને ક્ષીણ કરવા દ્વારા પોતાનું કલ્યાણ ઈચ્છે છે. એમાં સામાન્યથી જ હેતુ કહે છે – પોતપોતાનો પ્રભાવ ઘણો હોય = અચરમાવર્ત વગેરે કાળ ઈત્યાદિ સામગ્રીની પ્રાપ્તિને કારણે પોતપોતાના પ્રભાવની બહુલતા થઈ હોય ત્યારે. આશય એ છે કે અચરમાવર્ત કાળ, ભવિતવ્યતાનું પ્રતિકૂળપણું એવા સંયોગો હોય, તેમાં પુદગલનો – કર્મનો પ્રભાવ વધારે હોય છે, જીવ દુર્બળ હોય છે. જ્યારે ચરમાવર્ત કાળ વગેરે સામગ્રી પ્રાપ્ત થાય ત્યારે કર્મ નિર્બળ બને છે, અને જીવ પ્રબળ બને છે.
આ સ્થિતિમાં સ્વાર્થ કોણ ન ઈચ્છે? મંદબુદ્ધિ હોય તે પણ ઈચ્છે જ એવો આશય છે.
અહીં અથવા તો એમ કહ્યું છે, તેનો ભાવાર્થ એ છે