________________
૧૦ શ્લોક-૨૯ : મૃત્યુ આદિથી રહિત આત્મા રૂછીપવેશ: ममात्मनः, इति को नु मे मरणादितस्तद्धेतुतो वा साध्वसम्? उक्तं च परैरपि- नैनं छिन्दन्ति शस्त्राणि, नैनं दहति पावकः । ન ચૈનં સ્ને ન્યા , ન શોષયતિ મારુત: - રૂતિ |
ननु भवतु भवति पुद्गलभेदः, तथापि मनोज्ञाहारेष्टकान्ताकायादिपुद्गला अत्यन्तं स्पृहणीया भवन्तीति तदवाप्तियत्न एव क्रियताम्, अलं तद्भेदडिण्डिमेनेति चे? अत्राह
એવા મારા આત્માને નહીં. માટે મરણ વગેરેથી કે તેના કારણથી (શસ્ત્રાદિથી) મને ભય શાનો ?
અન્યોએ પણ કહ્યું છે કે આત્માને શસ્ત્રો છેદતા નથી, આત્માને અગ્નિ બાળતો નથી. વળી એને પાણી ભીંજવતો નથી, પવન તેને શોષવી નાખતો નથી.
પૂર્વપક્ષ - તમે પુદ્ગલથી ભિન્ન ભલે હો, તો પણ મનોહર આહાર, પ્રિય પત્નીની કાયા વગેરે પુગલો ખૂબ જ સ્પૃહણીય હોય છે. તેથી તેની પ્રાપ્તિ માટે યત્ન જ કરવા માંડો, હું પુદ્ગલથી જુદો છું, એવો ઢંઢેરો પીટવાનો કોઈ અર્થ નથી.
ઉત્તરપક્ષ - ગ્રંથકારશ્રી જાણે આ જ દલીલનો પ્રતિભાવ આપી રહ્યા છે -