________________
१९० कम्मटक्खयसिद्धा, साहाविअनाणदसणसमिद्धा । सबट्टलद्धिसिद्धा, ते सिद्धा हुंतु मे सरणं ॥२४॥
कर्माऽष्टक्षयसिद्धः, स्वाभाविकज्ञानदर्शनसमृद्धाः । सर्वार्थलब्धिसिद्धा-स्तेसिद्धा भवन्तु मम शरणम् ॥२४॥
અર્થ : આઠ કર્મનો ક્ષય કરીને સિદ્ધ થયેલા, અને સ્વાભાવિકજ્ઞાનદર્શનની સમૃદ્ધિવાળા, વળી સર્વ અર્થની લબ્ધિઓ જેમને સિદ્ધ થઈ છે એવા તે સિદ્ધોનું સ્વને શરણ હો.
तिअलोअमत्थयत्था, परमपयत्था अचिंतसामत्था । मंगलसिद्धपयत्था, सिद्धा सरणं सुहपसत्था ॥२५॥
त्रैलोक्यमस्तकस्था: परमपदस्था अचिन्त्यसामर्थ्याः । मङ्गलसिद्धपदार्थाः, सिद्धः शरणं सुखप्रशस्ताः ॥२५॥
અર્થ : ત્રણ ભુવનના મથાળે રહેલા, અને પરમપદ એટલે મોક્ષમાં રહેલા, વળી અચિંત્ય સામર્થ્યવાણા, અને મંગળભૂત સિદ્ધપદમાં રહેનાર, અને અનંત સુખે કરી પ્રશસ્ત એવા સિદ્ધોનું હુને શરણ હો.