________________
१८९
उज्झियजरमरणाणं, समत्तदुक्खत्तसत्तसरणाणं । तिहुअणजणसुहयाणं, अरिहंताणं नमो ताणं ॥२२॥
उज्झितजरामरणेभ्यः, समस्तदुःखार्तसत्त्वशरणेभ्यः । त्रिभुवनजनसुखदेभ्योऽर्हदभ्यो नमस्तेभ्यः ॥२२॥
અર્થ: જેમણે જરા અને મરણ તજ્યાં છે, અને બધા દુઃખથી પીડાએલા પ્રાણીઓને જે શરણભૂત છે, અને ત્રણ જગતના લોકને જે સુખ આપનાર છે એવા તે અરિહંતોને મ્હારો નમસ્કાર હો.
अरिहंतसरणमलसुद्धि, लद्धसुविसुद्धसिद्धबहुमायो । पणयसिररइयकरकमल, सेहरो सहरिसं भणइ ॥२३॥
अर्हच्छरणमलशुद्धि-लब्धसुविशुद्धसिद्धबहुमानः । प्रणतशिरोरचितकरकमल-शेखर: सहर्ष भणति ॥२३॥
અર્થ : અરિહંતના શરણથી કર્મરૂપ મેલની શુદ્ધિએ પામ્યું છે અતિ શુદ્ધ સિદ્ધમાં બહુ માન જેણે એવો, અને તેથી નમેલા મસ્તક ઉપર કર્યો છે હસ્તરૂપ કમળનો દોડો જેણે અર્થાત્ મસ્તકે અંજલી કરી છે જેણે એવો હળઆ કમિજીવ હર્ષ સહિત સિદ્ધનું શરણ કહે.