________________
१०७ અર્થ: આ સંસારમાર્ગરૂપી ગ્રીષ્મ ઋતુમાં વિષયરૂપી કુપવનવડે (ઉષ્ણ વાયરા વડે) લુક પામેલા (તપેલા-જ્વર ચઢેલા) જીવો હિત અને અહિતને (પથ્ય અને અપથ્યને નહિ જાણતા છતાં અનંત દુઃખોને અનુભવે છે.
हा हा दुरंतदुवा, विसयतुरंगा कुसिक्खिआ लोए ।
भीसणभवाडवीए, पाडंति जीआण मुद्धाणं ॥२॥ हा ! हा ! दुरन्तदुष्टा, विषयतुरंगा: कुशिक्षिता लोके । भीषणभवाटव्यां, पातयन्ति जीवान् मुग्धान् ॥१२॥
અર્થ : અહો ઘણા ખેદની વાત છે કે અત્યંત દુષ્ટ, અને દુ:શિક્ષિત (ખોટી શિક્ષા પામેલ) એવા વિષયરૂપી ઘોડાઓ આ સંસારમાં ભોળા જીવોને ભયંકર ભવરૂપી અટવીમાં પાડે છે, (રખડાવે છે) અર્થાત્ વિષયો સંસારમાં રઝળાવે છે.
विसयपिवासातत्ता, स्त्ता नारीसुपंकिलसरंमि।
दुहिया दीणा खीणा, रुलंति जीवा भववर्णमि ॥३॥
विषयपिपासातप्ता, रक्ता नारीसुपंकिलसरसि । दुःखिता दीनाः क्षीणा, रुलन्ति जीवा भववने ॥१३॥