________________
૪૮
ધર્મસંગ્રહ ભાગ-૫ / દ્વિતીય અધિકાર | શ્લોક-૧૨
ઇત્યાદિ જ્ઞાનની જઘન્ય આશાતના છે. (જ્ઞાનની) મધ્યમ આશાતના અકાલિક અધ્યયન અથવા ઉપધાન કર્યા વગર અધ્યયન કરવું, ભ્રાંતિથી અત્યથા અર્થ, કલ્પન, જ્ઞાનના ઉપકરણને પ્રમાદથી પાદાદિનો સ્પર્શ અને ભૂમિ ઉપર મૂકવું. ઈત્યાદિ રૂપ છે. વળી ઉત્કૃષ્ટ આશાતના થંકથી અક્ષરનું ભૂંસવું, જ્ઞાનના ઉપકરણ ઉપર બેસવું સૂવું આદિ, જ્ઞાનના ઉપકરણ પાસે હોતે છતે વડીનીતિ આદિનું કરણ, જ્ઞાનની અથવા જ્ઞાનીની બિંદા, પ્રત્યવીકતા, ઉપઘાતનું કરણ અને ઉત્સુત્ર ભાષણ ઇત્યાદિ રૂપ છે.
દેવની જઘવ્ય આશાતના વાસકુમ્પિકાદિનું આસ્ફાલન, શ્વાસ-વસ્ત્રના છેડાદિનો સ્પર્શ આદિ છે. મધ્યમ આશાતના શરીર આદિની અશુદ્ધિ વડે પૂજા કરવી અને પ્રતિમાને ભૂમિ ઉપર મૂકવી ઈત્યાદિ છે. ઉત્કૃષ્ટ આશાતના પ્રતિમાના ચરણમાં ગ્લેખ-પરસેવાદિનો સ્પર્શ, ભંગને જતન કરે એવી અવહેલનાદિ છે–પ્રતિમા ખંડિત થાય તેવી અવહેલનાદિ છે. અથવા દેવની આશાતના જઘન્યથી દસ(૧૦), મધ્યમથી ચાલીશ(૪૦) અને ઉત્કૃષ્ટથી ચોર્યાશી(૮૪) છે. અને તેઓને દેવની જઘન્યમધ્યમ-ઉત્કૃષ્ટ આશાતનાઓને ક્રમથી આ પ્રમાણે કહે છે.
૧. તંબોલ પાન ચાવવું, ૨. પાણ=પાણી પીવું, ૩. ભોજન=ભોજન કરવું, ૪. વાહણ-ચંપલ પહેરીને જવું, ૫. સ્ત્રીભોગ, ૬. શયન=સૂઈ જવું, ૭. નિટહુવણ=ણૂંકવું, ૮-૯. મુસુચ્ચાર–લઘુનીતિ-વડી નીતિ કરવી, ૧૦. જુગાર રમવું. આ દશ આશાતનાઓનું જિનમંદિરની પાસે વર્જન કરવું જોઈએ.” (સંબોધ પ્ર. ૮૭, પ્રવચનસારો. ૪૩૨, ચૈત્યવંદન બૃહભાષ્ય-૬૩)
આ પ્રમાણે=ઉપરમાં બતાવ્યું એ પ્રમાણે, જઘવ્યથી દસ દેવની આશાતના છે. “૧. મૂત્ર-લઘુનીતિ જવું, ૨. પુરીષ=મલ વિસર્જન કરવું, ૩. પારં=સુરાપાન કરવું, ૪. પાણ=પાણી પીવું, ૫. અશન=ભોજન કરવું, ૬. શયન=સૂઈ જવું, ૭. સ્ત્રી, ૮. તંબોલ=પાન ખાવું, ૯. વિઠીવણ=ણૂંકવું, ૧૦. જુગાર રમવો, ૧૧. જૂ આદિનું પલોઅણ, ૧૨. વિકથા, ૧૩. પલહત્યીકરણ અને વળી, ૧૪. પાદપસારણ=પગ લાંબા પહોળા કરી બેસવું, ૧૫. પરસ્પર વિવાદ કરવો, ૧૬. પરિહાસ=કોઈકની મશ્કરી કરવી, ૧૭. માત્સર્ય, ૧૮. સિહાસન આદિનો પરિભોગ કરવો, ૧૯. વાળ-શરીરની વિભૂષા કરવી, ૨૦. છત્રછત્ર ધરવું, ૨૧. અસિતલવાર રાખવી, ૨૨. કિરીટ મુગટ પહેરીને દહેરાસરમાં પ્રવેશ કરવો, ૨૩. ચામરધરણચામરાદિ વીંઝાવવા, ૨૪. ધરણ ધારણ, ૨૫. યુવતીઓ સાથે સવિલાસ હાસ્ય, ૨૬. ખિડુડપસંગા=અસભ્ય વર્તન કરવું. ૨૭. અકૃત મુખકોશ=મુખકોશ બાંધ્યા વિના ભગવાનની પૂજા કરવી. ૨૮. મલિન અંગવસ્ત્રવાળો=મલિન અંગવસ્ત્રાદિથી ભગવાનની પૂજા કરવી, ૨૯. જિનપૂજા પ્રવૃત્તિમાં મનનું અનેકાગ્રપણું, ૩૦. સચિત્ત દ્રવ્યનું અવિમોચન ફૂલની માળા વગેરે સચિત્તાદિ દ્રવ્ય ધારણ કરેલાનો અત્યાગ, ૩૧. અચિત્ત દ્રવ્યનું ઉસ્સગર્ણ, ૩૨. મેગસાડીઅત્ત, ૩૩. ભગવાનનાં દર્શન હોતે છતે અંજલિ ન જોડવી, ૩૪. જિન દેખાયે છતે અપૂજા, ૩૫. અથવા અનિષ્ઠિત કુસુમાદિથી પૂજા=હલકાં પુષ્પાદિથી પૂજન, ૩૬. અનાર્ય પ્રવૃત્તિ અનુચિત પ્રવૃત્તિ, ૩૭. જિન પ્રત્યેનીકનું અનિવારણ, ૩૮. સામર્થ્ય હોતે છતે ચૈત્યદ્રવ્યમાં ઉપેક્ષા=સામર્થ્ય હોતે છતે દેવદ્રવ્ય વિષયક ઉપેક્ષા કરવી, ૩૯. ઉપાનહ=જોડા પહેરવા, ૪૦. અને પૂર્વમાં ચૈત્યવંદનાદિ પઠન=પૂજા કર્યા પૂર્વે ચૈત્યવંદનાદિ કરવું. જિનભવનાદિમાં રહેલાઓની આ ચાલીશ(૪૦) આશાતનાઓ છે.” (સંબોધ પ્રકરણ ૨૪૮-૨૫૪)