________________
ધર્મસંગ્રહ ભાગ-૪ | દ્વિતીય અધિકાર | શ્લોક-૬૧ “આ બીજથી=ભગવાનની પૂજાથી પ્રાપ્ત થયેલા બીજથી, ભવગ્રહણમાં દુ:ખાદિને પ્રાપ્ત કર્યા વિના અત્યંત ઉદાર ભોગોને ભોગવીને સર્વ જીવો સિદ્ધ થાય છે.” ।।૪।।
૬૨
“પૂજાથી મનની શક્તિ (પ્રાપ્ત થાય છે.) અને મનની શક્તિથી ઉત્તમ ધ્યાન (પ્રાપ્ત થાય છે.) અને શુભધ્યાનથી મોક્ષ થાય છે. મોક્ષમાં નિરાબાધ સુખ છે.” પ।। (સંબોધ પ્રકરણ, દેવાધિકાર ૧૯૫-૯)
‘કૃતિ’ શબ્દ ઉદ્ધરણની સમાપ્તિ અર્થે છે.
અને ઉમાસ્વાતિવાચકકૃત પૂજાસંગ્રાહક પ્રકરણ આ પ્રમાણે છે
-
“સ્નાનપૂર્વાભિમુખ થઈને, પશ્ચિમ દિશામાં દંતધાવન, ઉત્તરદિશામાં શ્વેત વસ્ત્રો ધારણ કરવાં જોઈએ અને પૂજા પૂર્વ-ઉત્તરાધિમુખ કરવી જોઈએ.” ।।૧।।
“ઘરમાં પ્રવેશ કરતા પુરુષની ડાબી બાજુમાં શલ્ય રહિત દોઢ હાથ ઊંચી ભૂમિમાં દેવતાનું સ્થાન કરવું જોઈએ.”
વારસા
“જો નીચી ભૂમિમાં રહેલ સ્થાનમાં દેવતાનું સ્થાન કરાય તો સંતતિથી પણ વંશ સદા નીચે-નીચે જાય છે.” ।।૩।। “જે પ્રમાણે પૂર્વસન્મુખ અને ઉત્તરસન્મુખ પૂજક થાય. (તે પ્રમાણે પૂજા કરવી જોઈએ.) દક્ષિણ દિશાનું વર્જન કરે. વિદિશાનું વર્જન જ કરે.” ।।૪।।
“જૈનેન્દ્રમૂર્તિની પશ્ચિમાભિમુખ પૂજા કરે તો ચતુર્થ સંતતિનો ઉચ્છેદ થાય=ચોથી પેઢીનો નાશ થાય. દક્ષિણ દિશામાં કરે=દક્ષિણાભિમુખ કરે તો સંતતિ ન થાય.” IIII
“અગ્નિખૂણામાં=અગ્નિખૂણા સન્મુખ, પૂજા કરે તો દિવસે-દિવસે ધનહાનિ થાય. વાયવ્યખૂણામાં પૂજા કરે તો સંતતિ ન જ થાય. અને નૈઋત્યખૂણામાં જિનપ્રતિમાની પૂજા કરે તો કુલનો ક્ષય થાય.” ।।૬।।
“ઇશાનખૂણામાં પૂજા કરતાં સંસ્થિતિ ન થાય=સારી સ્થિતિ ન થાય. બે પગમાં=પગના અંગૂઠે, બે જાનુ પર, બે ખભા પર અને મસ્તક ઉપર પૂજા યથાક્રમ છે.” ।।૭।।
“ચંદન વગર ક્યારે પણ પૂજા કરવી જોઈએ નહિ. પ્રભુના કપાળે, કંઠમાં, હૃદયમાં, ઉદર ઉપર તિલક કરવું જોઈએ.” ।।૮।।
“નવ તિલકો વડે નિરંતર પૂજા કરવી જોઈએ. વિચક્ષણ પુરુષોએ પ્રભાતમાં પ્રથમ વાસક્ષેપ પૂજા કરવી જોઈએ.”
||૯|
“મધ્યાહ્ને પુષ્પોથી પૂજા કરવી જોઈએ. સંધ્યામાં ધૂપ-દીપથી પૂજા કરવી જોઈએ. ભગવાનની ડાબી બાજુ ધૂપદાહ=ધૂપદાની, રાખવી જોઈએ. વળી પ્રભુની સન્મુખ વાજિંત્રપૂજા કરવી જોઈએ.” ।।૧૦।
“અરિહંતની જમણી બાજુ દીપનું સ્થાપન કરવું જોઈએ. વળી જમણી બાજુ ધ્યાન અને ચૈત્યોનું વંદન કરવું જોઈએ.” ।।૧૧।
“હાથથી પ્રસ્ખલિત, જમીનમાં પડેલું, ક્યારેક બે પગ વડે લાગેલું જે મસ્તક ઉપર ધારણ કરાયેલ હોય, ખરાબ વસ્ત્રોથી ધારણ કરાયેલ હોય, નાભિથી નીચે ધારણ કરાયેલ હોય, દુષ્ટજનો વડે સ્પર્શાયેલું હોય, ઘન વસ્તુથી અભિહત થયેલું હોય=કોઈ વસ્તુથી ચોળાઈ ગયું હોય, જે કીડાઓ વડે દૂષિત છે તે પુષ્પદલ=જિનપૂજાની સામગ્રી, ફલ જિનપ્રીતિ અર્થે=ભગવાનની ભક્તિ માટે ભક્તો વડે ત્યાજ્ય છે.” ।।૧૨।