________________
ઉ૩
ધર્મસંગ્રહ ભાગ-૪ / દ્વિતીય અધિકાર | બ્લોક-૧
એક પુષ્પને બે પ્રકારે કરવું જોઈએ નહિ. કલિકાને પણ છેદવી જોઈએ નહિ. ચંપક અને કમળના ભેદ કરવાથી વિશેષથી દોષ થાય.” I૧૩.
ગંધ-ધૂપ અને અક્ષત વડે, દીવાઓ વડે, બલિ-જલ વડે અને પ્રધાન એવાં ફળો વડે જિનેશ્વરની પૂજા કરવી જોઈએ." n૧૪મા
“શાંતિ માટે શ્વેતવર્ણ તથા લાભ માટે પીળો વર્ણ, પરાજય માટે=શત્રુના પરાજય માટે શ્યામ વર્ણ તથા મંગલ અર્થે રક્ત વર્ણ અને સિદ્ધિ માટે પંચવર્ણ (વસ્ત્ર ધારણ કરવાં જોઈએ.)” ૧૫
શાંતિ માટે પંચામૃત તથા ઘી સહિત ગોળ વડે દીવો થાય. શાંતિ અને તુષ્ટિ માટે અગ્નિમાં લવણનો નિક્ષેપ પ્રશંસા કરાય છે.” I૧૬"
“ખંડિત થયેલ=ફાટેલું, સાંધેલું, છેદાયેલું, લાલ અને રૌદ્ર બહુ ભપકાવાળા વસ્ત્રમાં દાન-પૂજા-તપ-હોમ-સંધ્યાદિ નિષ્ફળ થાય.” II૧૭ના
પદ્માસનમાં રહેલો નાસાગ્રમાં સ્થાપન કરાયેલાં લોચનવાળો મૌની વસ્ત્રથી આવૃત મુખવાળો એવો શ્રાવક ભગવાનની પૂજા કરે.” II૧૮TI
“૧ સ્નાત્ર=ભગવાનની પ્રક્ષાલપૂજા ૨ વિલેપન ૩ વિભૂષણ ૪ પુષ્પ ૫ માળા ૬ ધૂપ ૭ દીપક ૮ ફલ ૯ અક્ષત ૧૦ પત્ર ૧૧ સોપારી વડે ૧૨ નૈવેદ્ય ૧૩ જલ ૧૪ વસ્ત્ર વડે ૧૫ ચામર ૧૬ આતપત્રકછત્ર ૧૭ વાજિંત્ર ૧૮ ગીત ૧૯ નૃત્ય ૨૦ સ્તુતિ ૨૧ કોશવૃદ્ધિથી ભગવાનની પૂજા કરવી જોઈએ એમ ગાથા-૧૮ સાથે સંબંધ છે.” ૧૯
“આ પ્રમાણે એકવીશ પ્રકારની જિનરાજની પૂજા કહેવાઈ છે. હંમેશાં સુર-અસુરના સમુદાય વડે કરાયેલી જ છે. કુમતિઓ વડે કલિકાલના યોગથી ખંડિત કરાયેલી છે. જે જે પ્રિય છે તે અહીં ભાવના વશથી યોજવી જોઈએ=તે તે પ્રકારની પૂજા કરવી જોઈએ.” ર૦. ‘તિ' ઉદ્ધરણની સમાપ્તિ અર્થે છે.
આ રીતે બીજું પણ જિનબિંબના વૈશિયકરણ=જિનબિંબની વિશિષ્ટ પ્રકારે પૂજાનું કરણ, ચૈત્યગૃહનું પ્રમાર્જન, અમૃતથી ધવલ જિનચરિત્રાદિના વિચિત્ર ચિત્રનું રચત, સમગ્ર વિશિષ્ટ પૂજાના ઉપકરણની સામગ્રીનું સમારચત, પરિધાપતિકા ચંદ્રોદયચંદરવા-તોરણાદિનું પ્રદાનાદિ સર્વ અંગાદિ પૂજામાં અંતર્ભાવ પામે છે; કેમ કે સર્વત્ર જિનભક્તિનું જ પ્રાધાન્ય છે અને ઘરના ચૈત્યની ઉપર ધોતિયાદિ પણ મૂકવાં જોઈએ નહિ. ત્યાં પણ=ગૃહચૈત્યમાં પણ, ૮૪ આશાતનાનું વર્જન કરવું જોઈએ. આથી જ ગૃહચૈત્યમાં પણ ચોર્યાશી (૮૪) આશાતનાનું વર્જન કરવું જોઈએ, આથી જ, દેવસંબંધી પુષ્પ-ધૂપ-દીપ-જલપાત્ર-ચંદ્રોદયાદિ વડે કોઈ પણ ઘરનું કાર્ય કરવું જ જોઈએ નહિ. વળી, સ્વગૃહ ચૈત્યમાં મૂકાયેલાં અક્ષત, સોપારી, નૈવેદ્યાદિ વેચીને ઉત્પન્ન થયેલું દ્રવ્ય વાપરવું નહિ=પોતાના ગૃહચૈત્યમાં વાપરવું જોઈએ નહિ. વળી, ચૈત્યાંતરમાં સંઘના દહેરાસરમાં, સ્પષ્ટ તેનું સ્વરૂપ સર્વની આગળ જણાવીને મૂકવું જોઈએ અને અન્યથા અર્પણમાં=લોકોને સ્પષ્ટ જણાવ્યા વગર ગૃહચૈત્યના દ્રવ્યના અર્પણમાં, મુગ્ધજનોની પ્રશંસાદિના દોષનો પ્રસંગ છે. ગૃહચૈત્યના નૈવેધાદિ પણ માળીને મુખ્યવૃત્તિથી માલદેય સ્થાનમાં=મહિનાના પગાર આપવામાં, આપવાં જોઈએ નહિ. અને શક્તિના