SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મસંગ્રહ ભાગ-૪ / દ્વિતીય અધિકાર | બ્લોક-૧ વળી એકવીસ ભેદો અનુપદ જન્નતરત જ કહેવાનારા જાણવા. આ સર્વ પણ=અત્યાર સુધી વર્ણન કરાયેલા સર્વ પણ પૂજાના ભેદો સર્વવ્યાપક એવા અંગાદિ પૂજાત્રયમાં અંતર્ભાવ પામે છે. વળી અંગાદિ પૂજાત્રયનું ફલ આ પ્રમાણે કહે છે - “વિઘ્ન ઉપશામક એક છે=અંગાદિ ત્રણમાંથી પ્રથમ પૂજા છે. અભ્યદયસાધની બીજી પૂજા છે અને નિવૃત્તિને કરનારી ત્રીજી પૂજા ફલથી યથાર્થ નામવાળી છે." ૧ (સંબોધપ્રકરણ દેવાધિકાર ૧૯૪, ચૈત્યવંદનમહાભાષ્ય ૨૧૩). અને સાત્વિકી આદિ ભેદો વડે પણ પૂજાનું વૈવિધ્ય કહેવાયું છે. જે કારણથી વિચારઅમૃતસંગ્રહમાં કહેવાયું છે – “સાત્વિક ભક્તિ, રાજસી ભક્તિ અથવા તામસી ભક્તિ એ પ્રમાણે ત્રણ પ્રકારની પૂજા છે. જીવના તે તે અભિપ્રાય વિશેષથી=સાત્વિક-રાજસી અને તામસી રૂપ અભિપ્રાય વિશેષથી, અરિહંતની ભક્તિ થાય છે.” TI૧TI અરિહંતના સમ્યફ ગુણશ્રેણીના પરિજ્ઞાન એક પૂર્વક નિઃસ્પૃહ આશયવૃત્તિથી ઘણા પણ ઉપસર્ગમાં મનોરંગને નહિ મૂકતા=ભગવાનની ભક્તિના અધ્યવસાયને નહિ મૂકતા, અરિહંત સંબંધી કાર્ય માટે સર્વસ્વ પણ આપવાની ઇચ્છાવાળા એવા ભવ્યજીવ વડે મહાઉત્સાહથી જે ભક્તિ શક્તિ અનુસાર નિરંતર કરાય છે તે લોકÁયના ફલને લાવનારી =આ લોક અને પરલોકમાં ઉત્તમફલને આપનારી, સાત્વિક ભક્તિ થાય છે.” (વિચારામૃતસંગ્રહ ૨૩-૪) “જ્યારે લોકરંજનની વૃત્તિ માટે ઐહિક ફલની પ્રાપ્તિના હેતુ માટે કરાયેલા નિશ્ચયવાળી ભક્તિ રાજસી કહેવાય છે.” iાંપા “શત્રુ દ્વારા પ્રાપ્ત થયેલી આપત્તિના પ્રતિકાર માટે જે ભક્તિ દઢઆશયથી કૃતમત્સરપૂર્વક શત્રુ પ્રત્યે કરાયેલા મત્સરપૂર્વક, કરાય છે. તે ભક્તિ તામસી છે.” list “રજ: અને તમોમયી ભક્તિ=રાજસી અને તામસી ભક્તિ સર્વ જીવોને સુપ્રાપ્ત છે. શિવના અવધિવાળા સુખને લાવનારી=મોક્ષના સુખને લાવનારી, સાત્વિક ભક્તિ દુર્લભ છે.” IIછા “સાત્વિક ભક્તિ ઉત્તમ, રાજસી ભક્તિ મધ્યમ, વળી તામસી ભક્તિ જઘન્ય જાણવી. તત્વના જાણનારાઓ વડે મધ્યમ અને જઘન્ય ભક્તિ અનાદત છે=સેવતા નથી.” ૫૮ (વિચારઅમૃતસંગ્રહ) અને અહીં પૂર્વમાં કહેલ અંગપૂજા-અગ્રપૂજા દ્રય, ચૈત્યબિંબનું કરાવવું અને યાત્રાદિ દ્રવ્યસ્તવ છે. જેતે કહે છે – સૂત્રથી જિનભવન, બિબસ્થાપન, યાત્રા, પૂજાદિ વિધિથી કરાયેલાં તે ભાવસ્તવના કારણપણા વડે દ્રવ્યસ્તવ છે.” III - “જો કે નિત્ય જ સંપૂર્ણ આ=પૂજા, કરવા માટે સમર્થ નથી શ્રાવક સમર્થ નથી તોપણ અક્ષત-દીવાદિના દાનથી કરવી જોઈએ.” iારા (ચૈત્યવંદનમહાભાષ્ય ૨૧૬) “જો એક પણ પાણીનું બિંદુ મહાસમુદ્રમાં પ્રલિપ્ત કરાયેલું (અક્ષય થાય છે.) એ રીતે વીતરાગમાં પૂજા પણ અક્ષય થાય છે.” li૩il
SR No.022042
Book TitleDharm Sangraha Part 04
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages218
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy